36 C
Ahmedabad
Thursday, April 25, 2024

Monsoon 2022 : રાજ્યના 207 જળાશયો 76 ટકાથી વધારે ભરાયા, સરદાર સરોવરમાં 85 ટકા જળસંગ્રહ


રાજ્યના કુલ 207જળાશયો 76 ટકાથી વધુ જયારે સરદાર સરોવરમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાયા તેમજ 63 જળાશયો 70 ટકાથી વધુ ભરાયાં

Advertisement

રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ-2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,86,059 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

Advertisement

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 3,98,247 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

Advertisement

આ ઉપરાંત રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે, જયારે સરદાર સરોવર સહીત 63 જળાશયોમાં 70થી 100 ટકા, 27 જળાશયોમાં 50 થી 70 ટકા, 36 જળાશયોમાં 25 થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે, જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 48 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!