36 C
Ahmedabad
Friday, March 29, 2024

સોમાલિયાની હયાત હોટલમાં આતંકીઓ ઘૂસ્યા, 15ના મોત, ઓપરેશન ચાલુ


સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલો થયો છે. હયાત હોટલમાં આતંકીઓ ઘૂસી ગયા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. છેલ્લા 11 કલાકથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર આતંકીઓ હોટલમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. તેઓ હોટલના મોટા ભાગ પર કબજો જમાવી લે છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબે મોગાદિશુમાં હોટેલ હયાત પર હુમલો કર્યો છે. ફાયરિંગ કરતા પહેલા આતંકીઓએ બે કાર બ્લાસ્ટ કર્યા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બે કાર બોમ્બે હોટલ હયાતને નિશાન બનાવ્યું હતું. એક હોટલના બેરિયર પાસે થયો અને તે પછી હોટલના ગેટ પર વિસ્ફોટ થયો. અમે માનીએ છીએ કે લડવૈયાઓ હોટલની અંદર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!