36 C
Ahmedabad
Friday, March 29, 2024

પૈસા પેટ્રોલના અને આપવાનું પાણી..!! : મોડાસાના ગાજણ નજીક પંપે પાણીવાળું પેટ્રોલ આપ્યું, વાહનો બગડ્યા, ચાલકો રોષે ભરાયા


જય અમીન, અરવલ્લી

Advertisement

છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલમાં પાણી આવતું હોવાનું અને ઓછું આપવામાં આવતું હોવાની બૂમ, પેટ્રોલપંપ બંધ કરવાની માંગ
જીલ્લા કલેકટર પાણી પુરવઠા તંત્ર અને તોલમાપ વિભાગ દ્વારા ચિરાગ પેટ્રોલિયમ પંપ પર તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ
પેટ્રોલપંપના સંચાલકની પોલ ખુલ્લી જતા વાહનચાલકોના વાહન રીપેર કરાવી શુદ્ધ પેટ્રોલ ભરી આપ્યું
પેટ્રોલપંપમાં નોઝલમાંથી પાણી આવ્યું હોઈ શકે તેવો લૂલો બચાવ

Advertisement

મોડાસા-શામળાજી હાઇવે પર ગાજણ ટોલપ્લાઝા નજીક આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપમાંથી પેટ્રોલની સાથે પાણી નીકળતા અસંખ્ય વાહનો ખોટવાયા હતા. આ કારણે 30 થી વધુ વાહનોની પેટ્રોલની ટાંકીમાં પેટ્રોલ સાથે પાણી પણ આવતા વાહનોમાં ખામી સર્જાઈ હતી. આથી વાહનચાલકોએ પેટ્રોલ પંપ પર હોબાળો મચાવતા માહોલ ગરમાયો હતો. જે બાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. મામલો તંગ બનતા પેટ્રોલપંપના સંચાલકે વાહનો રીપેર કરી આપવાની અને પેટ્રોલ ભરી આપવાની આપતા વાહનચાલકોનો રોષ ઠંડો પડ્યો હતો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવનાર કારીગર અને ખાનગી નોકરીમાં દિવસ બગડતા ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
ગાજણ ટોલપ્લાઝા નજીક હિન્દુસ્તાન પેટ્રોલિયમના ચિરાગ પેટ્રોલપંપ પર શનિવારે સવારે પેટ્રોલ ભરાવવા આવેલા વાહન ચાલકોને કડવો અનુભવ થયો હતો. આ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા વાહનોમાં પેટ્રોલની સાથે પાણી પણ પેટ્રોલ ટાંકીમાં ગયું હતું. આથી પેટ્રોલ ભરાવી અને વાહનો થોડા આગળ વધતાં જ અનેક વાહનો ખોટવાયા હતા.30 જેટલી બાઈકો રોડ પર બગડી જતા લોકોએ પેટ્રોલ બોટલમાં ભરતા પેટ્રોલની જગ્યાએ પાણી હોવાનું જણાતાની સાથે રોષે ભરાયેલા વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર હોબાળો મચાવ્યો હતો.

Advertisement

પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ સાથે પાણીનીકળતા વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા વાહનચાલકોએ પેટ્રોલ પંપના સંચાલક પાસેથી વાહનને થયેલા નુકસાનના વળતરની માંગ કરી હતી.અને પેટ્રોલપમ્પમાં છેલ્લા કેટલાય સમયથી ગરબડ ચાલતી હોવાનું જણાવી સ્થાનિક વાહનચાલકોએ પેટ્રોલપંપ બંધ કરવામાં આવેની માંગ કરી હતી

Advertisement

જોકે પેટ્રોલ પંપ સંચાલક પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા. પેટ્રોલ પંપના સંચાલક અને વાહન ચાલકો વચ્ચે બબાલ થતા મામલો ગરમાયો હતો હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ આ પેટ્રોલ પંપ પર ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી ત્યારે ફરી એક વખત આ પંપ પર પેટ્રોલ સાથે પાણી નીકળતા અનેક વાહનોમાં નુકસાન થયું હતું. આથી વાહનચાલકોએ પેટ્રોલ પંપ સંચાલક પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!