29 C
Ahmedabad
Thursday, March 28, 2024

ઈડરિયા ગઢ પર વાદળો સાથે ખડખડ વહેતાં ઝરણાંના મનમોહક દ્રશ્યો, જુઓ Video


અરવલ્લીની પ્રાચિનતમ ગિરીમાળામાં આવેલો ઈડરીયો ગઢ અતિ સુંદર ઐતિહાસિક મહત્વ ધરાવતો ભૌગાલિક વિસ્તાર છે. આ ઈડરીયો ગઢ સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદી માહોલમાં તેની ટોચ સાથે અથડાતા વાદળો અને ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વાદળો સાથે સંતાકૂકડી રમતો ઈડરીયા ગઢ ઉપર જાણે લીલી ચાદર બીછાવવામાં આવી હોય તેમ હાલ ચોતરફ લીલોતરીનું જ સામ્રાજ્ય દેખાઇ રહ્યું છે. સતત પડી રહેલા વરસાદથી ઈડરીયા ગઢના ઝરણાં પણ વહેતા થયાં છે.

Advertisement

આ વહેતા ઝરણાં અને અલહાદક વાતાવરણ વચ્ચે કવી શ્રી ઉમાશંકરે ઈડરીયા ગઢના સૌંદર્યતાના વખાણ કરતી તેમની કાવ્ય રચના જરૂર યાદ આવે…

Advertisement

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી…

Advertisement

આ વર્ષે પડેલા અવિરત વરસાદથી ઈડરીયા ગઢ ઉપર આવેલ લખુમા તળાવ, તળેટીમાં આવેલો પ્રાચીન કુંડ, રાણી તળાવ, તેમજ શહેર મધ્યમાં આવેલ રણમલેશ્વર તળાવ અને મહંકાલેશ્વર તળાવ પણ છલોછલ ભરાઈ ગયા છે. ઈડરીયા ગઢનું મનમોહક દ્રશ્ય અત્યારે પ્રવાસીઓને આકર્ષી રહ્યુ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!