35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

લાંબા સમયથી બ્રિજ બનાવવાની માંગ આખરે સંતોષાશે, શામળાજીનો કોઝ વે પાણીમાં ધોવાયો


રાજસ્થાન સહીત અરવલ્લી જિલ્લામાં મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અરવલ્લી ના મોટા ભાગના જળાશયો ફુલ થયા છે. મેશ્વો ડેમમાં ઉપરવાસનું પાણી આવતા ડેમ ઓવર ફ્લો થયો છે જેને લઇને શામળાજીથી પસાર થતીં મેશ્વે નદી બે કાંઠે વહેતા શામળાજી રેફરેલ હોસ્પિટલ નજીક આવેલો પુલ તુટી ગયો હતો .

Advertisement

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે સિવિલ હોસ્પિટલ પાસેનો પુલ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. તંત્ર ને અનેક વખત રજુઆતો કરવામાં આવી છતાં કાર્યવાહી ન થતા આખરે પુલ એ જવાબ આપી દીધો . છેલ્લા ચાર દિવસ ના પુષ્કળ વરસાદથી પુલ ઉપર બાકોરું પડી ગયુ હતું. આજે ઉપરવાસ માં પડેલ વરસાદ ના પગલે મેશ્વો ડેમમાં પાણી ની જોરદાર આવક થતા ઓવરફલો થયો હતો. જેના પરિણામે કમજોર પુલ પાણી ભારે પ્રવાહ સામે ટકી ન શક્યો અને આખરે મોટુ ગાબડુ પડ્યુ હતું.

Advertisement

આ પુલ ઉપરથી જ જુદી જુદી કુલ નવ શિક્ષણ સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ,તેમજ બેચરપુરા કોલોનીમાં રહેતા લોકો,વેપારીઓ,હોસ્પિટલના દર્દીઓ તેને લગતાં વાહનો,દેવની મોરી સાઇડના ગામડાના લોકો પ્રતિદિન પસાર થાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!