ક્રિષ્ના પટેલ
માણસની અગવડો અને સગવડોને ધ્યાને લઈને જીન્સ પેન્ટ બનાવવામાં આવ્યા છે. જે હવે ફેશનનો પણ એક ભાગ બન્યા છે . જીન્સને મહિલાઓ અને પુરુષ બંને પહેરવેશમાં ઉપયોગ કરે છે પણ શું તમે જાણો છો જીન્સ કે પછી ડેનીંમમાં નાનું પોકેટ કેમ રાખવામાં આવે છે ?
જીન્સમાં જમણી બાજુ પોકેટ તો હોય જ છે પરંતુ એમાં પણ ઉપરની બાજુ દરેક જીન્સ માં નાનું પોકેટ હોય છે જીન્સની લેવિસ સ્ટ્રેસ નામની કંપનીએ જીન્સ માં નાના પોકેટ બનાવવાની શરૂઆત કરી હતી જો કે હવે એ કંપની લેએવીસ નામથી ઓળખાય છે. નાનું પોકેટનું અસલ નામ છે વોચ પોકેટ…! 18 મી સદીમાં ઘોડે સવાર હોય કે પછી અન્ય કામ ધંધામાં કામ કરતા લોકો કાંડામા પહેરવા વાળી ઘડિયાળ શોધાઈ ન હતી ત્યારે ચેન વાળી ઘડિયાળ વાપરતા હતા ત્યારે એ ચેન વાળી ઘડિયાળને મૂકવામાં માટે નાનું પોકેટ આ કંપની દ્વારા બનાવાયુ હતું. આ એક કારણ તો ખરું શું બીજું એક કારણ પણ છે શું તમે જાણો છો ? આજે જિન્સ કે ડેનિમ પહેરવું કોમન થઈ ગયું છે તયારે એ નાનું પોકેટ હવે નાના સિક્કાઓ એટલે કોઈન્સ રાખવામા માટે વપરાય છે. ત્યારે આજે એને કોઇન્સ પોકેટ તરીકે ઓળખવામાં આવે છે. આ જાણી ને થયું હશે કે નાના પોકેટ માટે કઈક નવું આજે જાણવા મળ્યું પણ શું જિન્સ બનાવવા પાછળ ની કારણ ખબર છે? જૉ અહીંયા સુઘી આવ્યા જ છો તો એ પણ સાંભળતા જાવ જીન્સ માત્ર વહાણ મા કામ કરતા કે લોખંડ ના કારખાના મા કામ કરતા મજૂરો માટે બનાવ્યા હતાં પરંતુ ધીમે ધીમે લોકો જીન્સ ના કાપડ તેમજ ડિઝાઇન ને ખૂબ પસંદ કરવા લાગ્યા જેથી આજે ફેશન માં ફેરવાયું છે.