31 C
Ahmedabad
Thursday, March 28, 2024

Kusti માં દમદાર અરવલ્લી: “મારી છોરી કોઈ, છોરો સે કમ હે કે” વડાગામની હિના ખલીફાએ 53 kg કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો


જય અમીન, સરફરાજ ટીંટોઈયા
થોડા સમય પહેલા કુસ્તીને લઈને એક ફિલ્મ દંગલ બની હતી જેનો એક ડાયલોગ ‘મારી છોરી કોઈ, છોરો સે કમ હે કે’ ખુબ પ્રખ્યાત થયો હતો. આજ જગતમાં અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની દીકરીએ કુસ્તી જુનિયર નેશનલ કપમાં 53 કી.ગ્રામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત અને અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

Advertisement

હરિયાણામાં હાલ કુસ્તી જુનિયર નેશનલ કપ ચાલી રહ્યો છે જેમાં સમગ્ર દેશમાંથી કુસ્તી પ્લેયર ભાગ લઇ રહ્યા છે જેમાં 53 કિલોગ્રામ કુસ્તીમાં વડાગામની હિના ખલિફાએ તેના તમામ હરીફોને ભોંય ભેગા કરી દઈ સિલ્વર મેડલ મેળવી સમગ્ર દેશમાં અરવલ્લીની દીકરીએ ગુજરાતનું નામ રોશન કરતા રમત-ગમત ક્ષેત્રે સંકળાયેલ રમતવીરો અને કોચ દ્વારા અભિનંદનની પુષ્પવર્ષા કરવામાં આવી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથારના જણાવ્યા અનુસાર વડાગામની હિના ખલિફાને કુસ્તીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેના કોચ વિનોદભાઈનો સિંહ ફાળો રહ્યો છે હાલ હિના ખલિફા નડિયાદ એકેડેમીમાં સઘન તાલીમ મેળવી રહી છે અને વૈશ્વિક લેવલે હિના ખલિફા દેશનું નામ રોશન કરવાની પ્રતીભા ધરાવી રહી છે જુનિયર નેશનલ કપમાં હિના ખલિફાએ રમશે ગુજરાત…જીતશે ગુજરાત ભારત જીતશે અભિયાનને સાર્થક બનાવ્યું છે હિના ખલિફા અને તેના કોચ વિનોદભાઈને જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી ખેલાડી, કોચ, અરવલ્લી વ્યાયામ મંડળ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!