33 C
Ahmedabad
Friday, April 19, 2024

પંચમહાલ: શહેરાના નાંદરવા ગામે સર્વ સમાજ સંમેલન, ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપવા આહ્રવાન


પંચમહાલઃ શહેરા તાલુકાના નાંદરવા ગામે યોજાયેલા સર્વ સમાજના સંમેલનમાં અગ્રણીઓનો ભાજપને સંદેશો,વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના ઉમેદવારને જ ટીકીટ આપે..

Advertisement

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા પણ તૈયારી કરવામા આવી રહી છે.આ વખતેની ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજ્યમાં વધતા વ્યાપના કારણે ભાજપ દ્વારા વિધાનસભાની બેઠકો કોઈ પણ ભોગે ગુમાવી નહી પડે તે માટે નવી રણનીતી તૈયારી શરુ કરી દીધી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લાની પાછલા 25 વર્ષથી ભાજપનો ગઢ ગણાતી શહેરા વિધાનસભા બેઠક પર આ વખતેની ચુંટણી નવા રાજકીય રંગરૂપ સાથે ગરમાવો આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.શહેરા તાલુકાના નાંદરવા ગામે યોજાયેલા એક કાર્યક્રમમા ક્ષત્રિય સમાજને ભાજપ દ્વારા ટીકીટ આપવા આવે તેવી માગણીઓ શરુ થતા રાજકિય ક્ષેત્રે ગરમાવો આવ્યો છે.ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ સમાજના ઉમેદવારને ટીકીટ આપવામા આવે તેવી માંગ વચ્ચે ભાજપે રીપીટ થીયરી અપનાવી હતી.જે વિધાનસભામાં એક લાખથી વધુ ક્ષત્રિય સમાજના મતદારો છે,ત્યારે આ વખતે ભાજપ ક્ષત્રિય સમાજને ટીકીટ ફાળવશે જ તેવો આત્મવિશ્વાસ આ સંમેલનમાં સમાજના વ્યક્ત કરવામા આવ્યો હતો.

Advertisement

Advertisement

પંચમહાલ જીલ્લાની 124 શહેરા વિધાનસભામાં સમાવીશ નાંદરવા ગામ ખાતે ક્ષત્રિય સમાજના શિક્ષીત અને અગ્રણી આગેવાનોની હાજરીમાં દશામાતાજીના મંદિરના પ્રાંગણમાં સંમેલન રાખવામા આવ્યુ હતું.જેમા ક્ષત્રિય સમાજના રાજકીય અગ્રણીઓની સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરુઆતમાં માતાજીના જય ઘોષના નાદ સાથે થઈ હતી.અગ્રણીઓનું ફુલહારવતી સ્વાગત કરવામા આવ્યુ હતુ.ક્ષત્રિય સમાજના અગ્રણી અને શહેરા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ખાતુભાઈ પગીને ટીકીટ આપવામા આવે તેવી માંગ ઉઠવા પામી હતી. સાથે ક્ષત્રિય અને અન્ય સમાજના લોકોએ પણ સહમતી દર્શાવી પોતાનો ટેકો જાહેર કર્યો હતો.સાથે સમાજના લોકોને અપીલ કરવામા આવી હતી.આટલા મતવિસ્તારમાં આટલો મોટો સમાજ હોય તો એક થવાની જરુર છે,સમાજના પાંચ પાંચ લોકોને કહેવાનુ શરુ કરી દો સફળતા જરુર મળશે.સાથે ગમે તે થાય પણ ખાતુભાઈ પગી ચુંટણી લડશે.તેમ પણ જણાવામા આવ્યુ હતુ.આમ આ સંમેલનમાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે 2017માં ક્ષત્રિય સમાજ દ્વારા ટીકીટ માંગી હતી પણ ભાજપે રીપીટ થીયરી અપનાવી હતી.અને શહેરા બેઠક ભાજપે કબજે કરી હતી.2022ની વિધાનસભાની ચુટણીના પડઘમ વાગી રહ્યા છે,ત્યારે ફરી ટીકીટ માગણીને લઈને બેઠકોનો દોર શરુ થતા શહેરા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આ તો હજી શરુઆત છે પણ આગામી સમયમાં શહેરા વિધાનસભા વિસ્તારમાં આવેલા તમામ ગામોમાં મિટીંગોનો દોર શરુ કરી ટીકીટ માંગણીને લઈ કાર્યક્રમો તેજ બનાવાનુ પણ આયોજન પણ થઈ રહ્યુ હોવાનુ અગ્રણીઓએ મિડીયાને જણાવ્યુ હતુ.ત્યારે હવે જોવાનુ એ પણ રહે છે,આ વખતે 2022ની શહેરા વિધાનસભાની ચુંટણીમાં ટીકીટની પસંદગીનો કળશ કોના પર ઢોળાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!