32 C
Ahmedabad
Saturday, April 20, 2024

ટ્રક ડ્રાઇવરને મિત્રએ કહ્યું ટ્રક વડોદરા ગોલ્ડન ચોકડી પહોંચાડી દે 3 હજાર આપીશ : શામળાજી પોલીસે ટ્રક પકડી તો ડ્રાઇવરના હોશ ઉડ્યા


બુટલેગરો માટે સિલ્કરૂટ ગણાતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર રતનપુર ચેકપોસ્ટ પરથી પરપ્રાંતીય બુટલેગરો ટ્રકના ટ્રક વિદેશી દારૂ ભરી ઠાલવવા મરણીયા બન્યા છે શામળાજી પોલીસે વધુ એક વિદેશી દારૂની હેરાફેરી નિષ્ફ્ળ બનાવી ટ્રકમાંથી 10 લાખથી વધુનો શરાબ સાથે ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો હતો ટ્રકમાં સોહનસિંહ નામના બુટલેગરે ટ્રક ચાલક મિત્ર મુકેશ રામલાલ પ્રજાપતિને ભીલવાડાથી વિદેશી દારૂ ભરેલ ટ્રક વડોદરા ગોલ્ડન ચોકડી બુટલેગરને આપવાનો હતો તે પેટે તેને ત્રણ હજાર રૂપિયા બુટલેગરે આપ્યા હોવાનું જણાવ્યું હતું

Advertisement

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે બે દિવસ અગાઉ 33 લાખથી વધુનો દારૂ ઝડપી લીધા બાદ શનિવારે સવારે રતનપુર ચેકપોસ્ટ પરથી બંધ બોડીના ભારત બેન્જના ટ્રકમાંથી 430 વિદેશી દારૂની પેટી માંથી બોટલ-ટીન નંગ-10164 કીં.રૂ.1541412/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક મુકેશ રામલાલ પ્રજાપતિ (રહે,ગજુના,ભીલવાડા-રાજ) ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી રૂ.23.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર ઉદેપુરના સોહનસિંહ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!