38 C
Ahmedabad
Friday, April 19, 2024

અબ કી બાર ‘ગ્રેડ પે’ વિસંગતતા દૂર કરો, બિન સચિવાલય ક્લાર્ક ના કર્મચારીઓ સાથે અન્યાય, વિશાળ રેલી


રાજ્યમાં સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ યોજી રહ્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકો, તલાટીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી મહિલાઓ વગેરે વિભાગના કર્મચારીઓ ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લાગૂ કરવા સુત્રોચ્ચાર તેમજ આવેદન પત્રો આપી રહ્યા છે, ત્યારે બિન સચિવાલય ક્લાર્કના કર્મચારીઓની પણ વિવિધ માંગણીઓને સંતોષવા માટે વિરોધના સૂર ઉઠવા પામ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બિન સચિવાલય ક્લાર્કના કર્મચારીઓએ ગ્રેડ પે ની વિસંગતતા દૂર કરવાની ઉગ્ર માંગ કરી છે. સમાન કામ, સમાન વેતન ના સુત્રોચ્ચાર સાથે આવેદન પત્રો આપવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિનસચિવાલય ક્લાર્કના કર્મચારીઓએ પણ વિરોધ પ્રદર્શન અને બેવર્સ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. શામળાજી રોડ પર વિશાળ રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું, જેમાં મુખ્ય માંગ ગ્રેડ પે ની છે. બિન સચિવાલય ક્લાર્કના કર્મચારીઓનો હાલ ગ્રેડ પે 1900 થી 2400 છે જે વધારીને 4400 કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.  બિનસચિવાલય ક્લાર્કના કર્મચારીઓ અંદાજે 50 જેટલા વિભાગોમાં ફરજ બજાવે છે, જોકે અન્ય વિભાગો કરતા તેઓના ગ્રેડ પે માં વિસંગતતા જોવા મળી રહી છે, જેને લઇને તેઓએ ગ્રેડ પે સમાન કરવા અને તેમમાં રેલી વિસંગતતા દૂર કરવાની રજૂઆતો કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ અરવલ્લી જિલ્લામાં વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોડાયા હતા.

Advertisement

Advertisement

મુખ્ય માંગ
1. જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી.
2. ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ SPL 14124-141252012 પિટિશન પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા મુળ અસરથી બંધ
કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળ નિમણૂંકથી તમામ લાભ આપવામાં આવે.
3. 7મા પગારપંચના બાકી ભથ્થા તા.01-01-2016ની અસરથી લાગુ કરવામાં આવે.
4. રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી.
5. શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમ 10, 20, 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ પગાર મર્યાદા સિવાય આપવો.
6. રૂ.10/- લાખની મર્યાદામાં કેશલેસ મેડિક્લેમની મર્યાદા આપવી.
7. વય નિવૃત્તિ 58 વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક 60 વર્ષ કરવી.
8. 30મી જુને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઈજાફા સહિત પેન્શનનો લાભ આપવો.
9. ચાલુ ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં વારસદારને અપાતી ઉચ્ચક નાણાકિય સહાયને બદલે અગાઉની જેમ ત્રણ મહિનામાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી.
10. 45 વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીયાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ આપવા
11. પૂર્વસેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60 એ મુક્તિની જોગવાઈ દુર કરી, પાસ થવાના 50% માર્કસના ધોરણને બદલે 40% કરવામાં આવે અને ખાતાકીય પરીક્ષાના પાંચ વિષયોના સ્થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજ વિષયનું પેપર 28 કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે.
12. પંચાયત, બોર્ડ-નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ તથા વર્કચાર્જ રોજમદાર કર્મચારીઓને સાતમા પગારના તફાવત સહિતના તમામ લાભ આપવા અને રાજ્ય સરકારના કર્મચારી ગણવા
13. વર્ગ-3 અને વર્ગ-4 માં આઉટ સોર્સિંગ પ્રથામાં થતું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવી અને અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા.
14. કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો.
15. બદલીપાત્ર કર્મચારીઓને સબંધિત જિલ્લામાં તથા બિન બદલીપાત્રસચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની ફાળવણી કરવી તથા
16. અન્ય પ્રશ્નો

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!