36 C
Ahmedabad
Friday, March 29, 2024

સાબરકાંઠામાં ઇડર તાલુકાના બરવાવ ગામે શ્યામગોર વીર બાવજીનો મેળો ભરાયો


સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બરવાવ ખાતે દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે પશુઓની સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શ્યામ ગોર વીર બાવજીનો લોકમેળો ભરાય છે. આ મેળાનુ મહત્વ જોઇએ તો સાબરકાંઠા જીલ્લાના પશુપાલકો પોતાના પશુઓની આરોગ્ય અને સુખાકારી માટે માનતા રાખે છે. એ માનતા પુરી કરવા પશુપાલકો વહેલી સવારથીજ જીલ્લા ભરમાંથી ઉમટી પડે છે અને શ્યામગોર વીર દાદાની માનેલી માનતા પુરી કરવા માટે સુખડી, કુલેર અને શ્રીફળ ધરાવે છે અને શ્યામગોર વીર દાદાના આશીર્વાદ રૂપે દુધેલીના પાન મેળવે છે એક માન્યતા પ્રમાણે જે પશુપાલક પોતાના પશુ ગાય કે ભેંસ ને સ્થાનકની પહાડી પર ઉગતા દુધેલીના પાન ખવડાવે તો ગાયને વાછરડી અને ભેંસને પાડી આવે છે અને પોતાના પશુ નીરોગી રહે છે એવી શ્રદ્ધા ધરાવે છે તથા પશુઓની આરોગ્ય અને સુખકારી માટે માનેલી માનતાઓ અહી આવી પૂર્ણ કરે છે. ત્યારબાદ પશુપાલકો પોતાના ઘર પરિવાર સાથે બરવાવ ગામમા ભરતા મેળામાં જઈ ઘરવપરાશની ચીજવસ્તુઓની ખરીદી કરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!