37 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : ભાજપના કાર્યકરે પ્રમુખ સામે ગર્ભિત આક્ષેપ કર્યા, પ્રમુખ રાજેન્દ્ર પટેલે ચૂંટણી લક્ષી રાજકીય સ્ટંટ હોવાનું કહ્યું…!!


અરવલ્લી જીલ્લા ભાજપનો આંતરિક વિખવાદ ધીરે ધીરે સપાટી પર આવી રહ્યો છે સ્વામી વિવેકાનંદ યુવક મંડળમાં નિમણુંકને લઈને માલપુર તાલુકામાંથી નિમણુંક કરેલ બંને યુવા કાર્યકર પાસેથી પ્રમુખ રાજેન્દ્ર પટેલે 10-10 હજાર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરતી પોસ્ટ યુવા ભાજપના કાર્યકરે વોટ્સઅપ ગ્રુપમાં કર્યા પછી તેની પોસ્ટ ગ્રુપમાંથી ડિલેટ કરવા માટે પ્રમુખે ધમકી આપી હોવાની ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા બાદ યુવા કાર્યકર બિપિન પટેલે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી ધાકધમકી આપી હોવાનો વિડીયો વાયરલ કરતા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે

Advertisement

અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે પત્રકારો સમક્ષ માલપુર યુવા મોરચાના બીપીન પટેલ નામના કાર્યકરે કરેલ ગંભીર આક્ષેપ અંગે કહ્યું હતું કે,તેમની સામે થયેલા આક્ષેપ તથ્ય વિહોણા હોવાની સાથે આક્ષેપ કરનાર માલપુર તાલુકાના નવા ગામનો બિપિન પટેલ ભાજપમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો ધરાવતો ન હોવાનું અને તેને કરેલ જાનથી મારી નાખવાના અને જીવન જોખમ અંગેના વિડીયો અંગે જણાવ્યું હતું કે અમે ક્યારેય તેની સાથે ફોન પર વાત નથી કરી અને રૂબરૂ મળ્યા પણ નથી ખોટો કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે અને ચૂંટણીઓ નજીકમાં હોવાથી રાજકીય સ્ટંટ હોવાનું જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!