23 C
Ahmedabad
Wednesday, December 7, 2022
spot_img

અરવલ્લી: બાયડમાં પાંચ દિવસિય ગણેશ મહોત્સવનું સમાપન, ગજરાજ સાથે ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ


અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ પંડાલો લગાવાયા છે ત્યારે દસ દિવસે અને પાંચ દિવસે સમાપન થઇ રહ્યું છે. બાયડ ખાતે પણ પાંચ દિવસિય ગણેશ મહોત્સવનું સમાપન થયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લા કક્ષાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બાયડના ગામ વિસ્તારમાં યોજાયેલી ભવ્ય વિસર્જન યાત્રામાં ગજરાજ સાથે શોભાયાત્રા યોજાઈ હતી.
બાયડ ખાતે જૂના ગામમાં પાંચ દિવસના ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા. જગન્નાથ મંદિરના ગજરાજ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. અમદાવાદથી ખાસ અખાડીયનો અવનવી તરકીબોથી દરેક ભક્તોના ધ્યાન કેન્દ્રિત કરતા હતા.
શોભાયાત્રા સમયે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તથા પ્રદેશ મંત્રી, બાયડ નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા નગરજનો દ્વારા ભગવાન ગણપતિની આરતી કરાઈ હતી. ત્યારબાદ તોપ વડે ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. ગજરાજ પણ શોભાયાત્રા માટે ખૂબ ઉત્સાહિત હતા. દર વર્ષે પાંચ દિવસ બાદ બાયડ ગાવ કે રાજા ગણપતિ મહોત્સવનું સમાપન થાય છે ત્યારે તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
628SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!