29 C
Ahmedabad
Friday, December 9, 2022
spot_img

ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે? : ગૃરાજયમંત્રી હર્ષ સંઘવી


છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સના કારોબારીઓ પર પોલીસે હલ્લાબોલ કર્યું છે જે તમામ ઓપરેશનો જગ જાહેર છે : હર્ષ સંઘવી
છેલ્લા 11 મહિનામાં ડ્રગ્સ વેચવાના ગુનામાં પકડાયેલ એક પણ ગુનેગારને જામીન મળ્યા નથી-ગૃહ રાજ્ય મંત્રી

Advertisement

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું હતું કે, ડ્રગ્સના વિષયમાં જ્યારે ગુજરાત પોલીસ ભારત અને પાકિસ્તાન ની સીમા પર જઈ, ગોળીઓનો સામનો કરીને આટલા મોટા રેકેટ પકડે ત્યારે ભલે આપ એને અભિનંદનના આપો પરંતુ આ જવાનોનું મોરલ તોડવાનું કામ કરનાર વ્યક્તિઓ ગુજરાતનું અહિત કરી રહ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, શું ડ્રગ્સ વેચનાર લોકો, પોલીસ સ્ટેશન પર સામેથી આવીને ડ્રગ્સ જમા કરવી જાય છે? ડ્રગ્સ સામેની આ લડાઈ અમારા માટે રાજનૈતિક વિષય નથી. દુનિયાભરમાં ડ્રગ્સ એક ફેશન બન્યું છે તેમાં ગુજરાતના યુવાનો ના સંડોવાય તે માટે તમામ દિશા એ એક સાથે કામગીરી ચાલે છે. આ દુષણથી થતું નુકશાન લોકજાગૃતિ થકી, દૂષણ માં સપડાયેલા યુવાનોને બહાર લાવવા માટેના પ્રયાસો દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવા જેવા તમામ વિષયો અને સાથે ડ્રગ્સના કાર્ટલ પર સખ્તાઈ જેવા પગલાં દ્વારા તમામ દિશામાં એક સાથે કામ કરીને ગુજરાતને અને દેશને આ દૂષણથી બચાવવાનું છે. આપડે સૌ જાણીએ છીએ કે દેશનું કયું રાજ્ય ડ્રગ્સનું કેપિટલ ગણાય છે અને ત્યાં શું હાલત છે અને ત્યાં કોની સરકાર છે.

Advertisement

ડ્રગ્સ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલી કામગીરી ખૂબ જ નોંધપાત્ર છે અને આ દિશામાં રાજ્ય સરકાર હજુ વધુ કડક રીતે કામ કરવા મક્કમ છે તેવું ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
626SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!