40 C
Ahmedabad
Thursday, March 28, 2024

પંચમહાલ: ગોધરામાં SRP અને RAF જવાનોની બાજનજર વચ્ચે દુંદાળાદેવ ગણપતિ બાપાની ભાવભરી વિદાય


પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેરમાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવની વાજતે ગાજતે વિદાય કરવામા આવશે.શહેરમાં ગણેશ વિસર્જનને લઈને જીલ્લા પોલીસતંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવામા આવ્યો છે.પંચમહાલ પોલીસના અધિકારીઓની હાજરીમાં દ્વારા વિસર્જનના રુટ પર ફુટમાર્ચ કરવામા આવ્યુ હતું. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગોધરા શહેરની મધ્યમાં આવેલા રામસાગર તળાવમાં ગણેશમુર્તિઓનુ વિસર્જન કરવામા આવશે.તળાવની પાસે પણ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં પાંચ દિવસની મહેમાનગતિ માણ્યા બાદ ભાવિકભક્તો દ્વારા દાદાને વાજતે ગાજતે વિદાય આપવામા આવશે,વિસર્જન શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય તે માટે 2500થી વધુ સુરક્ષા જવાનોનો તૈનાત કરી દેવામા આવ્યા છે. સમગ્ર શહેરમાં શ્રીજીની શોભાયાત્રા માં પોલીસ જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓની ચાપતી નજર જિલ્લા રેન્જ આઇજી એમ એસ ભરાડા તથા જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી ના સૂચના મુજબ કડક પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રસ્તા રસ્તા ઉપર પોલીસ જવાનો, તેમજ ધાબા પોઇન્ટ ઉપર પોલીસ જવાનોને ઉભા કરાયા છે.પંચમહાલ પોલીસ દ્વારા વિસર્જનના રૂટ વિશ્વકર્મા ચોક, બિસ્મિલ્લા મસ્જિદ, રાણી મસ્જિદ પોલન બજાર સ્ટેશન રોડ ધક્કા થી હોળી ચકલા રામસાગર તળાવ સુધીના રુટ પર ફ્લેગમાર્ચનું આયોજન કરવામા આવ્યું હતુ.શહેરની મધ્યમાં આવેલા રામસાગર તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામા આવશે.તંત્ર દ્વારા ખાસ તરવૈયાઓની ટીમ તૈનાત કરવામા આવી છે.ક્રેનની પણ વ્યવસ્થા કરવામા આવી છે.આમ ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામા આવશે.વિસર્જન નિહાળવા અન્ય વિસ્તારમાંથી પણ લોકો ઉમટી પડશે

Advertisement

SRP અને RAF સહિતના 2666 જવાનો બંદોબસ્તમાં
ગણપતિ વિસર્જન યાત્રાને લઇને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા કવચ પુરુ પાડવા માટે પોલીસજવાનો તૈનાત કરાયા છે જેમાં એસપી,ડીવાયએસપી,પીઆઈ,પીએસઆઈ,હેડકોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ,મહિલા પોલીસ કર્મીઓ,હોમગાર્ડ,એસઆરપીની પાંચ કંપની,આરએએફના જવાનો મળી 2666 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત રહી સમગ્ર વિસર્જન પર બાજ નજર રાખશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!