37 C
Ahmedabad
Friday, April 19, 2024

બુટલેગરોની ધીંગી ખેપ પર શામળાજી પોલીસની બ્રેક : ટ્રકમાંથી અધધ 38 લાખ અને વર્ના કારમાંથી 288 બોટલ દારૂ ઝડપ્યો


માલપુર પોલીસે છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા રાજસ્થાની આરોપી બનેસિંગ ઉર્ફ વિશાલ નિર્ભયસિંહ ગુર્જરને જયપુરથી દબોચ્યો

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરાજ્ય સરહદો પરથી બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી રહ્યા છે ડ્રાય સ્ટેટમાં દારૂના રસિયાઓ સતત વધતા દારૂની ડિમાન્ડ પણ વધી રહી છે લઠ્ઠાકાંડ પછી દેશી દારૂ પર પોલીસે તવાઈ બોલાવતા ક્વાંટરીયાનો વેપલો પુરજોશમાં છે શામળાજી પોલીસે 4 દિવસમાં ત્રણ ટ્રક અને વર્ના કારમાંથી 80 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રક-કન્ટેનરમાંથી 38 લાખથી વધુના શરાબ સાથે ટ્રક ડ્રાઇવરને દબોચી લીધો હતો ટ્રકમાં દારૂની ગણતરી ચાલતી હતી ત્યાં વધુ એક વર્ના કારમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી 27 હજારનો દારૂ જપ્ત કરી ત્રણ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે રતનપુર બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી એક શંકાસ્પદ ટ્રક કન્ટેનરને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની 755 પેટી માંથી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ -21660 રૂ.3800400/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ડ્રાઇવર રણજીતસિંહ અમરજિતસિંહ પેંચ (રહે,ચૂસ્લેવર-પંજાબ) ની ધરપકડ કરી 48 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી દારૂ ભરી આપનાર પંજાબી બુટલેગર ગુરમીતને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અન્ય એક કિસ્સામાં વર્ના કારમાંથી 27 હજારના દારૂ સાથે વડોદરાના બુટલેગર વિજય મફત માળી, રોહિત ઈશ્વર માળી સાથે રાજસ્થાનના બુટલેગર કૈલાસચંદ્ર કાળુજી ગાડરીને ઝડપી પાડી 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર ચિત્તોડગઢના ઠેકવાળા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!