30 C
Ahmedabad
Tuesday, April 16, 2024

સુરતમાં AAP ને ઝટકો, મહિલા નેતા ભાજપમાં જોડાતા રાજકારણમાં ગમાવો


આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ-૨ સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેવાર ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ છે. રંજન બેને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. નોંધનિય છે કે, કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન છે. આમ વિધાનસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી તૂટવાની શરૂ થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈ કાલે જ સુરતમાં હતા અને એવાં સમયે જ રંજન બેને પાર્ટી છોડતા આપને મોટો ઝટકો લાગ્યો છે.

Advertisement

મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે નરેશ પટેલે આપ્યું નિવેદન ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાજરી આપી હતી. નોંધનિય છે કે, વાર્ષિક સાધારણ સભા સમયે 75 બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ચેક આપવામાં આવ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીમલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. લેહુવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને કડવા પાટીદાર સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!