33 C
Ahmedabad
Friday, April 19, 2024

વાણિજ્ય સચિવે કહ્યું: 2047 સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, સીતારમણે કહી આ વાત


ઓગસ્ટમાં આયાત 37 % વધીને US 61.68 બિલિયન ડોલર થઈ છે. તે જ સમયે, આ મહિના માટે નિકાસનો આંકડો US 33 બિલિયન ડોલર રહ્યો. કેન્દ્રીય વાણિજ્ય સચિવ બીપીઆર સુબ્રમણ્યમે શનિવારે આયાત અને નિકાસ સંબંધિત ડેટા જાહેર કરતી વખતે આ માહિતી આપી હતી. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં ભારતની વેપાર ખાધ વધીને 28.68 અબજ ડોલર થઈ ગઈ છે.

Advertisement

2047 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા: વાણિજ્ય સચિવ
દરમિયાન, વાણિજ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે દાવો કર્યો હતો કે ભારત હવેથી થોડા વર્ષોમાં વૈશ્વિક સ્તરે ટોચની ચાર અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. તેમણે એમ પણ કહ્યું કે 2047 સુધીમાં તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. સુબ્રમણ્યમે કહ્યું કે, જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને 2047નો રોડમેપ બતાવ્યો છે, જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે. દેશ વિશ્વની ટોચની બે અર્થવ્યવસ્થાઓમાં હશે.

Advertisement

વાણિજ્ય સચિવે કહી આ વાત 
વાણિજ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 2021 ની સરખામણીએ આ સમયગાળામાં નિકાસ 17% વધી છે. આ સંજોગોમાં નિકાસ વધારવી એ સારી બાબત છે. અમારું માનવું છે કે આનાથી અમે વર્ષના અંત સુધીમાં 450-470 બિલિયન ડોલર સુધીની નિકાસ કરી શકીશું, જે 2021ની સરખામણીમાં 40-50 બિલિયન ડોલરની કોમોડિટીમાં વધારો છે. તેમણે કહ્યું કે સેવાઓના સંદર્ભમાં અમે 95 બિલિયન ડોલરની નિકાસ કરી છે, જે ગયા વર્ષ કરતાં 26% વધુ છે. દર મહિને અમે લગભગ 25 બિલિયન ડોલરની સેવાઓની નિકાસ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમે વર્ષના અંત સુધીમાં 300 બિલિયન ડૉલરની નિકાસ કરી શકીશું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!