29 C
Ahmedabad
Friday, December 9, 2022
spot_img

છોટાઉદેપુર: પાવીજેતપુરની વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી


અમિત શાહ, મેરા ગુજરાત, છોટાઉદેપુર
પાવીજેતપુર તાલુકામાં સ્વ શાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી પાવીજેતપુર હાઈસ્કૂલમાં નાના ભૂલકાઓ શિક્ષક બની બાળકોને ભણાવતા નજરે પડ્યા

Advertisement

5 સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નો જન્મદિવસ હોય જેને વર્ષોથી શિક્ષક દિન અથવા સ્વશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. પાવીજેતપુર તાલુકાની પ્રથમ હરોળની શાળ શ્રીમતી વી આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ માં જુનિયર થી ધોરણ 12 સુધીના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં ધોરણ એક થી ચાર માં નાના ભૂલકાઓ એ 50 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

Advertisement

Advertisement

પાવીજેતપુર સન રાઈઝ અંગ્રેજી માધ્યમિક શાળામાં 50 જેટલા બાળકોએ શિક્ષકો તરીકે ભાગ લીધો હતો. આ સમયે આચાર્ય બાળકોને શિક્ષક દિન વિશે વિસ્તારથી સમજ આપી હતી તેમ ના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે જનતા ઝેરોક્ષવાળા હનીફભાઈ પઠાણ દ્વારા શિક્ષકદિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પેન આપવામાં આવી હતી. તાલુકાની અન્ય શાળાઓ ભેંસાવહી હાઈસ્કૂલ, ડુંગરવાંટ હાઇસ્કુલ, તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં શિક્ષક બની સ્વ શાસન દિનની ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

આમ, પાવીજેતપુર તાલુકાની વિવિધ શાળાઓમાં 5 સપ્ટેમ્બર ના રોજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં શિક્ષકો, આચાર્યો, પટાવાળા બની સ્વશાસન દિનની ખૂબ જ ઉત્સવ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
626SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!