23.5 C
Ahmedabad
Thursday, December 1, 2022
spot_img

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી, આદિજાતી વિકાસ મંત્રી નિમિષાબહેન ઉપસ્થિત રહ્યા


અમિત શાહ, મેરા ગુજરાત, છોટાઉદેપુર
છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી દરબાર હોલ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

Advertisement

Advertisement

આજીવન શિક્ષક અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં આજે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત છોટાઉદેપુર ખાતેના દરબાર હોલમાં પણ શિક્ષક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી શિક્ષક દિનની ઉજવણી દરમિયાન જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને તાલુકા તેમજ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારીતોષિકનું ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

શિક્ષક દિનના આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીની સાથે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ભાવનાબેન છોટાઉદેપુર જિલ્લા કલેકટર છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
623SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!