35 C
Ahmedabad
Saturday, April 20, 2024

રાહુલ ગાંધીની પરિવર્તન હૂંકાર, ગુજરાતીઓની કયા 8 વચનો આપ્યા જાણો


“પરિવર્તન સંકલ્પ સંમેલન”માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન.

Advertisement

અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક પરિવર્તન સંકલ્પ સંમેલનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા  રાહુલ ગાંધીએ ગુજરાતના 52000 બુથ ના યોદ્ધાઓ ને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી  અહીંયા કાર્યકર્તા આવ્યા છે, સમગ્ર ગુજરાતના ગામ બુથમાંથી “બબ્બર શેર” આવ્યા છે, “બબ્બર શેર” વિચારધારાની લડાઈ લડતા હોય છે, હું જાણું છું કે 25 વર્ષથી તમે શું સહન કરો છે? આ લડાઈ કોઈ રાજકીય પાર્ટી ની લડાઈ નથી, કોંગ્રેસ-ભાજપની લડાઈ નથી, તમે કોની સામે લડી રહ્યા છો તે તમારે સમજવું પડશે, સરદાર પટેલ સાહેબની સૌથી મોટી પ્રતિમા મોદી-આર.એસ.એસ.એ બનાવી છે, સરદાર પટેલ સાહેબ હિન્દુસ્તાન અને ખેડૂતોની અવાજ હતા, એમના મોઢેથી જે નીકળતું હતું એ ગુજરાત અને ખેડૂતના હિત માટે હતું, સરદાર પટેલ સાહેબે ગુજરાતની લોકતાંત્રિક સંસ્થાઓને ઊભી કરી હતી, જેના માટે સરદાર પટેલ સાહેબ સમગ્ર જીવન લડ્યા તેને ભાજપ-આર.એસ.એસ. અપનાવી ના શક્યા, તમને પૂછવું છે આજે સરદાર પટેલ સાહેબ જીવતા હોત તો ઉદ્યોગપતિઓના દેવા માફ કરતા કે ખેડૂતો ના??

Advertisement

કોંગ્રેસ પાર્ટીની સરકાર જ્યાં જ્યાં છે ત્યાં ખેડૂતોનું દેવું માફ કર્યું, સરદાર પટેલ સાહેબ જે કરતા હતા એ કોંગ્રેસ પક્ષ કરી રહ્યા છીએ, અહીંયા પણ કોંગ્રેસ સત્તામાં આવીને ખેડૂતોનું 3 લાખ રૂપિયાનું દેવું માફ કરીશું, જે સંસ્થાઓનો પાયો સરદાર પટેલ સાહેબે નાખ્યો હતો એ બધું ભાજપે કેપ્ચર કરી લીધું છે, ડ્રગ્સ જે પોર્ટ માંથી મળે છે એ પોર્ટના માલિકો સામે કાર્યવાહી નથી થતી, મુદ્રા પોર્ટમાંથી યુવાનોને બરબાદ કરનારું ડ્રગ્સ ઝડપાય છે તો પણ કાર્યવાહી નથી થતી, જો કોઈ ગરીબ પાસેથી ડ્રગ્સ ઝડપાય તો પોલીસ બે દંડા મારીને જેલમાં પૂરી દેશે, પણ હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ જ્યાંથી ઝડપાય છે એમના સામે કોઈ કાર્યવાહી નથી થતી, ઉદ્યોગપતિઓને નજીવી કિંમતે જમીન અપાય છે પણ જો ગરીબ અને આદિવાસી તેમના હકકની જમીન માંગે તો તેમને મળતી નથી, લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ પણ ગુજરાતની જનતા કશું બોલી શકતી નથી, આ ગુજરાતમાં આંદોલન કરવા માટે મંજુરી લેવી પડે છે, ઉદ્યોગ કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ હોય છે, નાના અને લઘુ ઉદ્યોગો ગુજરાતની તાકાત છે, પણ GST અને નોટબંધી લાગુ કરીને વેપારીઓને હેરાન કર્યા, કોઈપણ નાના વેપારીઓને પૂછી લો GST અને નોટબંદીથી ફાયદો થયો? જવાબ મળશે ના… કારણ કે એનો ફાયદો 3-4 ઉધોગપતિઓને જ થયો છે.

Advertisement

શું સરદાર પટેલ સાહેબ અંગ્રેજો સામે આંદોલન કરવા માટે પરમિશન લીધી હતી ? તમે કોઈ પાર્ટી નહિ એવી વિચારધારા સામે લડી રહ્યા છો જેની સામે સરદાર પટેલ સાહેબ લડી રહ્યા છે, 2017 ની ચુંટણી મજબૂતાઇથી લડ્યા હતા, ગુજરાતમાં સરકાર બનતા જ કોંગ્રેસ તમામ ખેડૂતોનું દેવું માફ કરશે, સરકાર બન્યા બાદ કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારોને ૪ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, ખેડૂતોનું વીજ બિલ માફ કરવામાં આવશે, ૩૦૦૦ અંગ્રેજી મીડિયમ સ્કૂલ બનાવવામાં આવશે, અને કન્યાઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે, ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં આપવામાં આવશે, બેરોજગારી અને મોંઘવારી દૂર કરવામાં આવશે,

Advertisement

જ્યાં સુધી ખેડૂતો નાના વેપારીઓની સરકાર નહિ બને ત્યાં સુધી રોજગાર ઉત્પન્ન નહિ થઈ શકે, ગુજરાતનો યુવાન ​ભટકતો રહેશે પણ નોકરી નહિ મળે, અમે પૂરું ફોકસ રોજગારી આપવામાં લગાવીશું, અને ગુજરાતના ૧૦ લાખ યુવાનોને ​રોજગારી આપીશું, 2017 ની જેમ જો આપણે લડીશું તો અહીંયા કોંગ્રેસની સરકાર બની જશે, ગુજરાતમાં આખી સરકાર ​બદલવી પડી એ જ બતાવે છે કે ૫ વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે, જો તમે કોંગ્રેસની વિચારધારા માટે લડશો તો હું ​ગેરંટી આપુ છું કે કોંગ્રેસ જીતશે.. ગુજરાતમાં દમ લગાવીને લડો અને ગુજરાતમાં તમારી અને કોંગ્રેસની સરકાર બનાવો.

Advertisement

Advertisement

ગુજરાતની જનતાને આપેલા 9 વચનો
* 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર
* 300 યુનિટ વીજળી મફત
* 10 લાખ સુધી મફત સારવાર
* ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ
* 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓ
* કોરોના પીડિત દર્દીઓને 4 લાખની સહાય
* દુધ ઉત્પાદકોને 1 લીટર પર 5 રૂપિયા સબસિડી
* સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી 3000 બેરોજગારી ભથ્થુ

Advertisement

અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક “પરિવર્તન સંકલ્પ સંમેલન”ને સંબોધન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે સંબોધન કરતા જણાવ્યું કે 27 વર્ષના ભાજપના શાસન બાદ ધરાતલ પર જનતા દુખી છે. કોવિડ કુપ્રબંધન અને સરકારના ભ્રષ્ટાચાર સામે આવતા આખી સરકાર મુખ્યમંત્રીથી લઇ બધા જ મંત્રી બદલવા પડ્યા છે. ગત વર્ષ ચુંટણી પહેલા અમિત શાહ 150 સીટો આવશે તેવું કહેતા પણ માત્ર ૯૯ સીટો આવી હતી. મોંઘવારી, બેરોજગારી, કોરોના જેવા દરેક વિષયો ઉપર રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાનું કામ કર્યું હોય તેવું આખો દેશ માને છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!