33 C
Ahmedabad
Friday, March 29, 2024

સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પદયાત્રીઓને રિફ્લેક્ટિવ જેકેટનું વિતરણ


પદયાત્રીઓની રાત્રી દરમિયાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી રિફ્લેક્ટિવ જેકેટ પહેરી માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપ્યું.

Advertisement

ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!