26 C
Ahmedabad
Saturday, April 20, 2024

હવે અધ્યાપકો પણ મેદાને, મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજના અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરી


સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓએ સરકાર સામે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાંયો ચઢાવી છે, જેમાં તલાટીઓ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય વિભાગના કર્મચારી, શિક્ષકો, બિનસચિવાલય ક્લાર્ક, પોલિસ કર્મચારી અને હવે અધ્યાપકો પણ ખુલીને વિરોદ કરી રહ્યા છે. અધ્યપકોએ પોતાની પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસામાં અધ્યાપક સહાયકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. શિક્ષક દિનના દિવસે તેમણે વિરોધ કરી જણાવ્યું કે, તેઓની કેટલાય સમયથી પડતર માંગણીઓ છે, જેને સંતોષવામાં આવી. અધ્યાપક સહાયકો અને કર્મચારીઓએ તેમની વ્યાજબી માંગણી જેમ કે, ફીકસ પગારની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવી, ઓલ્ડ પેંશન યોજના પુન: લાગુ કરવી, ફીકસ પે નો વધારો કરવા સહિતની વિવિધ માંગ છે. અધ્યપકોની વિવિધ માંગ સરકાર દ્વારા ન સંતોષાતા સૌ અધ્યાપકો અને કર્મચારીઓએ પ્રતિક વિરોધ સ્વરૂપે શિક્ષક દિવસ નિર્મિતે કોલેજમાં કાળી પટ્ટી બાંધી શિક્ષણ કાર્ય કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

સાંભળો અધ્યાપકોની શું માંગ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!