34 C
Ahmedabad
Friday, April 19, 2024

ચૂંટણી પહેલા કોંગ્રેસના મૂરતિયાઓની પસંદગી બનશે તેજ, આ કારણે પસંદગીની મહોર દિલ્હીમાં નહીં ગુજરાતથી જ વાગશે


રાહુલ ગાંધીએ રેવડી વેચ્યા બાદ કોંગ્રેસના પ્રચારનું ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. ત્યારે કોંગ્રેસ માટે અનેક પડકારો વચ્ચે ચૂંટણી પહેલા ઉમેદવારોનું લિસ્ટ છે જાહેર કરાશે. કેમ કે, કોંગ્રેસમાં રાહુલ ગાંધી માટે પણ કેટલાક પડકારો છે. આ પડકારોની વચ્ચે હવે એ પ્રકારની માહિતી સામે આવી રહી છે કે, કોંગ્રેસના ઉમેદવારો પસંદગી માટેની બેઠક દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાતમાં જ મળશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉમેદવાર નક્કી કરવાની સ્ક્રીનીંગ કમિટીની તમામ બેઠકો દિલ્હી નહીં પરંતુ ગુજરાતમાં જ મળશે. જેથી ઉમેદવારો પસંદગીની પ્રક્રયા કોંગ્રેસમાંથી તેજટ બનશે.

Advertisement

સૌથી પહેલા પ્રથમ લિસ્ટ કોંગ્રેસ બહાર પાડવાનું હતું ત્યારે આપ પાર્ટીએ લિસ્ટ જારી કરાયા બાદ કોંગ્રેસ પણ લિસ્ટ બહાર પાડશે. 58ના બદલે પ્રથમ લિસ્ટ 35 ઉમેદવાર આસપાસનું બહાર પાડવામાં આવે તેવી પણ શક્યતા છે. ત્યારે કોંગ્રેસમાં નારાજગી પણ નાનાથી લઈને મોટા લેવલે અગાઉ સામે આવી રહી છે ત્યારે અગાઉ કોંગ્રેસે નો રિપીટ પોલીસી અમલી બનાવવા મોટા ઉપાડે વાત તો કરી હતી પરંતુ આ નેતાઓને પણ સાથે લઈને ચાલવું પડી શકે છે.

Advertisement

જેથી ઉમેદવારોનું લિસ્ટ જારી થતા જે મોટા નેતાઓએ જે તે સીટ નિર્ધાર કરીને રાખી છે તેમાં જો ફેરફાર થાય છે તો ફરી વિખવાદ પણ થઈ શકે છે. જેથી ઉમેદવારોના લિસ્ટને લઈને કોંગ્રેસ દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને એક એક વસ્તુ વિચારીને પસંદગી ઉતારશે.

Advertisement

ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે પ્રભાવ ધરાવતા નેતાઓની પ્રથમ પસંદગીચ કરવામાં આવશે કેમ કે, આ વખતે યુવાનો બેરોજગારી, પેપર ફૂટવાને લઈને ઘણા નારાજ જોવા મળી રહ્યા છે. આ જ રીતે મહિલા મતદારો તેમજ અન્ય વિવિધ મોરચાઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસ ઉમેદવારો પસંદ કરી શેક છે. જો કે 15 સપ્ટેમ્બર પહેલા પ્રથમ લિસ્ટ જાહેર કરવાની ડેડ લાઈન હોવાથી ઉમેદવારોની જાહેરાત કરવાની જ હવે બાકી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!