29.5 C
Ahmedabad
Friday, December 2, 2022
spot_img

કોંગ્રેસ સાથે છેડો ફાળી યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથ વાઘેલા ખેસરિયે રંગાયા, કહ્યું “જનતામાં કોંગ્રેસની છબી દિવસે ને દિવસે બગડતી જાય છે”


કોંગ્રેસ સાથે છેડો ફાળી યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, કોંગ્રેસના મહામંત્રીઓ વિનયસિંહ તોમર, નિકુલ મિસ્ત્રી,ગુજરાત N.S.U.I ના ઉપપ્રમુખ પાર્થભાઇ દેસાઇ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
જનતામાં કોંગ્રેસની છબી દિવસે ને દિવસે બગડતી જાય છે, કોઇ કાર્યકર જનતા વચ્ચે જાય તો કોંગ્રેસ પાર્ટીની છબીને કારણે અમારે પણ ઘણુ સાંભળવું પડતું. –વિશ્વનાથસિંહ વાઘેલાકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા ત્યારે કહ્યુ હતું કે ભુક્કા કાઠી નાખાવાના છે પરુંતુ આજે તો કોંગ્રેસ પાર્ટીના જ ભુક્કા નીકળે છે.-  વિશ્વનાથસિંહ વાઘેલા
આવનાર સમયમાં યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરીશું.- વિશ્વનાથસિંહ વાઘેલા
કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પુત્ર સિદ્ધાર્થ શર્માંને મારુ પદ આપવા માટે આખુ ષડયંત્ર છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચાલતુ હતું. રધુ શર્માના પુત્ર પ્રેમના કારણે આખી ગુજરાત યુથ કોંગ્રેસને સાઇડમાં મુકવામાં આવી. –  વિશ્વનાથસિંહ વાઘેલા
કોંગ્રસમાં જૂથવાદ અને પુત્ર પ્રેમ ચાલી રહ્યો છે. પાર્ટીમાં પ્રસ્થાપિત નેતાઓ પાર્ટીમાં તેમના પુત્રને પદ અપાવવા માટે યુવા કાર્યકરોનો ભોગ લઇ રહ્યા છે. – વિનયસિંહ તોમર
કોંગ્રેસમાં યુવા કાર્યકરો પાર્ટીથી ખૂબ નારાજ છે. – વિનયસિંહ તોમર

Advertisement

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના કર્મનિષ્ઠ પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઇ શાહની રાષ્ટ્રવાદની વિચારઘારા તેમજ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની મજબૂત સંગઠન શક્તિ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિકાસની રાજનીતીથી પ્રેરાઇને યુવાનો તેમજ રાજકીય પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય રહ્યા છે તેમાં આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસના યુવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જેમાં યુથ કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, કોંગ્રેસના મહામંત્રીઓ  વિનયસિંહ તોમર, નિકુલ મિસ્ત્રી,ગુજરાત N.S.U.I ના ઉપપ્રમુખ પાર્થભાઇ દેસાઇ,અખીલ બાવરી સમાજના પ્રમુખ માલારામ બાવરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આજે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘાનભાઇ ઝડફીયા સહિત પ્રદેશના હોદેદારોના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

Advertisement

ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબની રાષ્ટ્રવાદની વિચારઘારાથી પ્રેરાઇ તેમજ ભાજપના છેવાડાના કાર્યકરો ને ગુજરાતના વિકાસ માટે કામ કરતા જોયા છે તેમનાથી પ્રેરાઇ આજે ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસ દ્વારા દેશને આઝાદી અપાવવા જે નેતાઓએ બલિદાન આપ્યું હતું તેવા નેતાઓને અભેરે મુકી દીધા. હવે કોંગ્રેસ પાર્ટી ઘણી બદલાઇ ગઇ છે. જનતામાં કોંગ્રેસની છબી દિવસે ને દિવસે બગડતી જાય છે અને કોઇ કાર્યકર જનતા વચ્ચે જાય તો કોંગ્રેસ પાર્ટીની છબીને કારણે અમારે પણ ઘણુ સાંભળવું પડતું. યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પાર્ટીને બદલવાનું કામ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કામ કરવા દેવામાં આવતું નહી તે બતાવે છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા ત્યારે કહ્યુ હતું કે ભુક્કા કાઠી નાખાવાના છે પરંતું આજે તો કોંગ્રેસ પાર્ટીના જ ભુક્કા નીકળે છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પુત્ર સિદ્ધાર્થ શર્માંને મારુ પદ આપવા માટે આખુ ષડયંત્ર છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચાલતુ હતું. રધુ શર્માના પુત્ર પ્રેમના કારણે આખી ગુજરાત યુથ કોંગ્રેસને સાઇડમાં મુકવામાં આવી.

Advertisement

વિશ્વનાથસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના ઇન્ચાર્જ રધુ શર્માના આવ્યા પછી કોંગ્રેસના કાર્યકરોના કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો યથાવત છે. કોંગ્રેસ પાર્ટીએ કયારેય છેવાડાના માનવી માટે કામ કરવાનો પ્રયાસ કર્યો નથી.આવનાર સમયમાં યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરીશું. પાર્ટીના યુવા કાર્યકરો કે જેમને દેશ માટે અને રાજય માટે કામ કરવા માંગતા હોય તેવા યુવા કાર્યકરોને કોંગ્રેસ પાર્ટી કોઇ દિશા આપતી જ નથી. કોંગ્રેસ પાર્ટી પદ વહેંચે છે. મેમ્બરશીપના બહાને રૂપિયા ઉઘારવી રહી છે તેની સામે અમારો વિરોઘ હતો. આવનાર દિવસમાં પાર્ટીના આગેવાનો જે કામ સોંપશે તેને નિષ્ઠા પુર્વક કરીશું.

Advertisement

વિનયભાઇ તોમરે જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો. અમારા પરિવારની ત્રણ પેઢી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી હતી. આજે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાળી ભાજપમાં જોડાયો છું. કોંગ્રસમાં જૂથવાદ અને પુત્ર પ્રેમ ચાલી રહ્યો છે. પાર્ટીમાં પ્રસ્થાપિત નેતાઓ પાર્ટીમાં તેમના પુત્રને પદ અપાવવા માટે યુવા કાર્યકરોનો ભોગ લઇ રહ્યા છે.અત્યારથી જ તેમના પુત્રનું ભવિષ્ય નક્કી કરી રાખ્યુ છે કે કોણ કયાથી ચૂંટણી લડશે અને કોને કયો હોદ્દો મળશે. યુવા કાર્યકરો પાર્ટીથી નારાજ છે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
623SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!