30 C
Ahmedabad
Thursday, April 18, 2024

પંચમહાલ : ગોધરામાં ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તુ જલદી આના..રામસાગર તળાવમાં વિસર્જન


પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેરમા પાંચ દિવસનાની મહેમાન ગતિ માણ્યા બાદ ગણેશજીની પ્રતિમાનું ગોધરા રામસાગર તળાવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા મોરિયા અગલે બરસતુ જલદ આનાના નાદ સાથે ગગનભેદી નારા લાગ્યા હતા. શહેરના વિશ્વકર્મા ચોકમાં પૂજનકરાયા બાદ પ્રથમ સવારીને પ્રસ્થાન કરાવાયુ હતુ.વિશ્વકર્મા ચોકમાં કલેક્ટર સુજલ મયાત્રા, પોલીસવડા હિમાંશુ સોલંકી આયોજન સમિતિના અગ્રણીઓની પૂજા અર્ચના સાથે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે ગણેશ ભક્તોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.શહેરમાં સ્થાપિત 60થી વધુ ગણેશસવારીઓ જોડાઈ હતી ગોધરાના શહેર ભાગોળ અંકલેશ્વર મહાદેવ રોડ, ભુરાવાવ બામરોલી રોડ, આઈટીઆઈ તરફથી નાના-મોટા સૌ ભેગા મળીને અલગ-અલગ નાની-મોટી 500 ઉપરાંત પ્રતિમાઓને રામસાગરમા વિસર્જીત કરવામાં આવી હતી.રામસાગર તળાવામા મોટી પ્રતિમાઓને વિસર્જીત કરવા માટે પણ ખાસ ક્રેન મુકવામા આવી હતી,અને તળાવમા મુકવામા આવેલા તરાપા ઉપર મુકીને તરવૈયાની મદદથી વિસર્જીત કરવામા આવી હતી.વિસર્જનયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ હાજર રહી ખડેપગે ફરજ બજાવી હતી,મોડી સાંજ સુધી નાની મોટી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામા આવ્યુ હતું.

Advertisement

શહેરામાં ગણપતિદાદાને અપાઈ ભાવભરી વિદાય
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં પણ દુદાળાદેવની વાજતે ગાજતે સવારી નીકળી હતી.જેમા પરવડી બજારથી વૈજનાથ ભાગોળ,સિંધી ચોકડી,બસ સ્ટેશન વિસ્તાર,મુખ્ય બજાર થઈને શહેરાના મુખ્ય તળાવ પહોચી હતી.અને પ્રતિમાઓનું વિસર્જન કરવામા આવ્યુ હતુ. શહેરા પોલીસની ટીમ બોડીવોર્ન કેમેરા સાથે ઉપસ્થિત રહી હતી.શહેરામાં શાંતિપુર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયુ હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!