23.5 C
Ahmedabad
Thursday, December 1, 2022
spot_img

અરવલ્લી: ભિલોડામાં “અર્બુદા રથ”નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું, મહા આરતી અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે માં અર્બુદા માતાજીના રથનું વાજતે-ગાજતે શ્રધ્ધાભેર સ્વાગત કારાયું હતું.અર્બુદા રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત દરમિયાન યુવાનો,ભાઈઓ અને બહેનોએ સામૈયું કર્યું હતું.ડી.જે ના તાલે સંગીત ની શુરાવલી વચ્ચે વાજતે-ગાજતે અબીલ,ગુલાલની છોળો શેરીએ – શેરીએ “અર્બુદા રથ” નું ભ્રમણ થયું હતું.સમાજના સેવાભાવી ભાવિક-ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા.દાનવીર દાતાઓ ધ્વારા દાનનો પ્રવાહ ઉમળકાભેર મળ્યો હતો. ભિલોડામાંથી અંદાજીત ₹ 25 લાખનું માતબર દાન પ્રાપ્ત થયું છે.

Advertisement

મંડળના પ્રમુખ જશુભાઈ,અધ્યક્ષ કનુભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ અને સંરક્ષક દામુભાઈ પટેલ,સંરક્ષક ડાહ્યાભાઈ પટેલ વડાલી,ઉપ પ્રમુખ વિનુભાઈ પટેલ (વાવ),ફલજીભાઈ પટેલ, મંડળના હોદ્દેદારો શ્રેષ્ઠીઓથી સમાજનો માહોલ અનેરો ઉભો થયો હતો. પ્રભુદાસભાઈ પટેલ,જશુભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ,જગદિશભાઈ પટેલ,પિનાકીનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ,મનીષભાઈ પટેલ,મનોજભાઈ પટેલ,મહેશભાઈ પટેલ સહિત સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

સમાજમાં માં અર્બુદા માતાજી નું ભવ્યાતિભવ્ય મંદિર, અધતન ટ્રેનિંગ સેન્ટર,વિશાળ લાઈબ્રેરી, કોમ્પ્યુટર રૂમ,ગેસ્ટ હાઉસ ભોજનાલય વિગેરે બનાવવા માટે સૌ-કોઈએ ભાર મૂક્યો હતો. અર્બુદા રથના સારથી અને કન્વીનર કેશુભાઈ પી. પટેલ (મોટા કોટડાવાળા) સતત અર્બુદા માતાજીના રથ સાથે રહીને ગામે – ગામ અર્બુદા રથના સારથી તરીકેની જવાબદારી નિભાવવા બદલ સમાજના સૌ – કોઈ આગેવાનોએ બિરદાવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
623SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!