36 C
Ahmedabad
Friday, March 29, 2024

સાબરકાંઠા : ખેરાલુ થી દેશોતર ચોકડી બાઈક પર ગાંજાની ડિલિવરી આપવા પહોંચેલા બે શખ્સો પર SOG ત્રાટકી દબોચી લીધા


750 ગ્રામ ગાંજો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથધરી

Advertisement

ગુજરાતમાં ગાંજો,ચરસ અને અફીણના બંધાણીઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે રાજ્યમાંથી પોલીસ સતત મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી રહી છે સાબરકાંઠા એસઓજી પોલીસે દેશોતર-જસવંતગઢ ગામની સીમમાંથી બાઈક પર પસાર થતા બે શખ્સોને 750 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી નશાના કારોબારમાં સંડોવાયેલ અન્ય બે શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

સાબરકાંઠા એસઓજી પીઆઇ વાઘેલા અને તેમની ટીમે ઇડર પંથકમાં પેટ્રોલિંગ હાથધરતાં બાઈક પર ખેરાલું થી દેશોતર ચોકડી ગાંજાની ડીલેવરી આપવા બે શખ્સો આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે ઇડર ખેરાલુ હાઈવે પર દેશોતર-જશવંતગઢ નજીક વોચ ગોઠવી દીધી હતી બાતમી આધારીત બાઈક પસાર થતા અટકાવી તલાસી લેતા તેમની પાસેથી 750 ગ્રામ ગાંજો કીં.રૂ.7500/-નો જથ્થા સાથે 55 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બાઈક ચાલક અંકિત નાગજી રાવળ (રહે,વાવ સતલાસણા-મહેસાણા) અને આશિષ તેજા રાવળ (રહે,સિંગા, ઇડર-સાબરકાંઠા) ને દબોચી લઇ નશાના કારોબારમાં સંડોવાયેલ નાસીર (ખેરાલુ) અને આરીફ નામના શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!