27 C
Ahmedabad
Wednesday, April 24, 2024

ગોધરાની સ્પેશિયલ બહેરામુંગા-શાળાના શિક્ષક હિરેન ગોહેલને રાજ્યકક્ષાના એવોર્ડથી પ્રમાણિત કરાયા, દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક કેટેગરીમા મળ્યુ સન્માન


પંચમહાલ જિલ્લાના ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયમાં ફરજ બજાવતા હિરેનકુમાર ગોહેલને દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક કેટેગરીમાં રાજ્યકક્ષાએ કરાયા સન્માનિત કરાયા છે.દિવ્યાંગ મૂક બધિર વિદ્યાર્થીઓના શિક્ષણ અને પુનર્વસનની તેમજ સમાજ સેવાની કામગીરીમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા છે.તેમને મિત્ર અને શિક્ષક આલમમા શુભકામનાઓ પાઠવામાં આવી રહી છે.

Advertisement

પંચમહાલ અનુસુચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ‘ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય, ગોધરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર જયંતિલાલ ગોહેલને ‘દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક’ ની કેટેગરીમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનીત કરવામાં આવતા પંચમહાલ શિક્ષણ પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. હિરેનકુમારની દિવ્યાંગ મૂક બધિર વિદ્યાર્થીઓના શિક્ષણ અને પુનર્વસનની કામગીરી તેમજ સમાજ સેવાની વિવિધ કામગીરીની નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બરે અમદાવાદનાં ટાગોર હૉલ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડી સન્માન કર્યું. તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા.ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ 51,000/ રૂપિયા રોકડ પુરસ્કાર આપી તેમને સન્માનીત કર્યા હતા. પંચમહાલ જિલ્લામાથી સૌપ્રથમવાર આ દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષકની કેટેગરીમાં હિરેનકુમારની પસંદગી રાજ્ય પરિતોષિક માટે થઈ હોય સમગ્ર પંચમહાલ જિલ્લા માટે તેમજ દિવ્યાંગ મૂક બધિર બાળકો માટે ગૌરવ લેવા જેવી વાત છે. તારીખ ૫મી સપ્ટેમ્બર સમગ્ર ભારતમાં ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણનના જન્મ દિવસે ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વર્ષ ૨૦૨૨ માટે ગુજરાત સરકાર દ્વારા કુલ ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!