મતદાન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મામલતદાર ગોધરા દ્વારા સાયન્સ કોલેજ મુકામે પ્રોગ્રામનું આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં 200 થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મામલતદાર તેજલબેન ઉપરાંત ડેપ્યુટી મામલતદાર મનીષાબેન દ્વારા ખાસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કોલેજના પ્રિન્સિપાલ તરીકે ડો જી.વી.જોગરાણાએ મહેમાનોને કોલેજ વતી આવકાર્યા હતા. પ્રોગ્રામ દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નિદર્શન નો કાર્યક્રમ પણ થયો હતો આ ઉપરાંત 1950 અને નવા વિદ્યાર્થીઓ એપિક કાર્ડ કઢાવે એ માટેના ફોર્મ નંબર છ નું ડિસ્ટ્રીબ્યુશન જેવા કાર્યક્રમો પણ થયા હતા. કેમ્પસ એમ્બેસેડર અનુષ્કા પરમાર દ્વારા નવા વિદ્યાર્થીઓ કે જેમની ચૂંટણી કાર્ડ કઢાવવાના બાકી છે તેમનું લિસ્ટ બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર બોટની ડો રૂપેશ નાકર અને એનએસએસ ની ટીમ દ્વારા થયું હતું. પ્રોગ્રામની આભાર વિધિ ગુજરાતી વિભાગના ડો વિભાબેન દ્વારા કરવામા આવી હતી.
પંચમહાલ: ગોધરાની શેઠ.પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાર સુધારણાયાદી કાર્યક્રમ યોજાયો
Advertisement
Advertisement