26 C
Ahmedabad
Saturday, April 20, 2024

AAPએ વિધાનસભા બેઠક પર વધુ 10 મૂરતિયાના નામ જાહેર કર્યા : કોઇ નિવૃત્ત અધિકારી તો કોઇ સર્જન


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી સ્ટાઇલ અપનાવી રહી છે હજુ તો વિધાનસભાની ચૂંટણી જાહેર નથી થઇ ત્યાં આપ આદમી પાર્ટીએ રાજ્યની જુદી-જુદી વિધાનસભા બેઠક પર વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે અત્યાર સુધી 29 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના જાણીતા ચહેરા અને આપમાં જોડાયેલ કૈલાશદાન ગઢવીને કચ્છ માંડવી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે

Advertisement

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા પત્રકાર પરીષદ યોજીને આપના 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જે અનુસાર માંડવી બેઠકથી કૈલાશદાન ગઢવી, અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી નિવૃત્ત મામલતદાર દિનેશ કાપડિયા, ડીસા વિધાનસભાથી ઓર્થોપેડિક સર્જન ડો.રમેશ પટેલ, પાટણ વિધાનસભા પરથી લાલેશ ઠક્કર, અમદાવાદની વેજલપુર વિધાનસભા પરથી કલ્પેશ પટેલ ઉર્ફે ભોલાભાઈ, વડોદરામાં સાવલી વિધાનસભાથી વિજય ચાવડા, ખેડબ્રહ્મા વિધાનસભામાંથી આપના આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ બીપીન ગામેતી, નાંદોદ રાજપીપળા સીટ પરથી કેવડિયા બચાઓ આંદોલન સમિતિના પ્રણેતા પ્રો. પ્રફુલ વસાવા, પોરબંદર વિધાનસભાથી જીવણ જુંગી, તાપી જિલ્લાની નિઝર વિધાનસભા સીટથી અરવિંદ ગામીતને આપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

આમ આદમી પાર્ટીએ સાબરકાંઠા જીલ્લાની ખેડભ્રહ્મા અનુસૂચિત જનજાતિ બેઠક પર બિપિન ગામેતીનું નામ જાહેર કરતા ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે બિપિન ગામેતી વિજયનગર તાલુકા પંચાયત સદસ્ય છે બિપિન ગામેતી સામાજિક અગ્રણી અને વિજયનગર પંથકનો જાણીતો ચહેરો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!