34 C
Ahmedabad
Friday, May 24, 2024

Mera Exclusive: મોડાસા વિધાનસભા બેઠક પર AAP ના સંભવિત ચહેરા ‘અમન-રાની’ કોણ, વાંચો


અંકિત ચૌહાણ/જય અમીન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીને લઇને ત્રીજો મોરચો એટલે આમ આદમી પાર્ટી સક્રિય બની છે અને ઉમેદવારો જાહેર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. નવા 10 ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી કોને ટિકિટ આપે છે તે તેના પર ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

અરવલ્લી જિલ્લાની ભિલોડા, મોડાસા અને બાયડ ત્રણેય બેઠક પર કોંગ્રેસનો કબજો છે, મોડાસા વિધાનસભા બેઠકની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિહ ઠાકોર ચૂંટાઈ આવે છે અને લોકોમાં નારાજગીઓ પણ જોવા મળી રહી છે. અત્યારસુધી માત્ર બે પાર્ટી વચ્ચે જંગ જામતો હતો પણ આ વર્ષે આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા બાજી કોની બગડશે તે કહેવું મુશ્કેલ છે. મોડાસા વિધાનસભા બેઠક પર કબજો મેળવવા ભાજપે કમર કસી છે તો કોંગ્રેસ સત્તા પર પુનરાવર્તન કરવા મથામણ કરશે, પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ આદમી પાર્ટી બાજી તો નહીં બગાડે ને તે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વિધાનભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરી દેવાયો છે, યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ પહેલા જિલ્લાના બાયડ, મોડાસા અને ભિલોડા તાલુકાઓમાં રેલી યોજી હતી અને 500 થી વધારે લોકોને આપ માં આવકાર્યા હતા. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાંથી આપ પાર્ટી કયા ઉમેદવાર પર મહોર મારે છે તેના પર સૌની નજર છે, ત્યારે કેટલાક સંભવિત ઉમેદવારોના નામ મેરા ગુજરાત પાસે છે, જેના પર આપ પાર્ટી મહોર મારી શકે છે.

Advertisement

1) રાહુલ સોલંકી, તા.પંચાયત સભ્ય, ટીંટોઇ – 2
2) નિલેશ જોષી, જીવદયા પ્રેમી, સામાજીક કાર્યકર
3) નરેન્દ્રસિંહ ચૌહાણ, શામપુર
4) મહેન્દ્રસિંહ પરમાર, કઉ-રમાણા
5) અમિત કવિ, સંયોજક, ગુજરાત રાજ્ય કરાર આધારિત કર્મચારી મહામંડળ

Advertisement

Advertisement

1) રાહુલ સોલંકી, તા.પંચાયત સભ્ય, ટીંટોઇ – 2
આમ આદમી પાર્ટીના સૌથી ટોપ પર કહી શકાય તો રાહુલ સોલંકીનું નામ આવે છે, તેઓ મોડાસા તાલુકા પંચાયતની ટીંટોઇ 2 બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેઓની પકડ મજબૂત માનવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે ડોર ટૂ ડોર પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. ટીંટોઇ ખાતે આવેલા આપના નેતા યુવરાજસિંહે પણ રાહુલ સોલંકીને ટિકિટ મળી શકે છે તેવા સંકેતો આપ્યા હતા, તેમણે કહ્યું હતું કે, તેઓનું નામ પાર્ટીમાં અવ્વલ ચાલી રહ્યું છે.

Advertisement

2) નિલેશ જોષી, જીવદયા પ્રેમી, સામાજીક કાર્યકર
નીલેશ જોષી અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તેમનો લોકસંપર્ક ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. ઘણાં વર્ષોથી મોડાસાના અલગ-અલગ પ્રશ્નોને વાચા આપી ચૂક્યા છે. કોઇપણ જગ્યાએ ઈજાગ્રસ્ત પશુ કે પક્ષીઓની સારવાર અથવા તો રેસ્ક્યુ કરવા માટે પહોંચી જાય છે, તો શૈક્ષણિક સંકુલ સાથે પણ સંકળાયેલા છે. એટલું જ નહીં જાયન્ટ્સ ગૃપ સાથે જોડાઈને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે. લોકો સંપર્કની દ્રષ્ટિએ જોવા જઇએ તો નિલેશ જોષીનું નામ પણ આગળ આવે અને તેઓનું નામ પણ હાલ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે.

Advertisement

3)નરેન્દ્રસિંહ ચૌહાણ, શામપુર
મોડાસા વિધાનસભા બેઠક માટે સંગઠન મંત્રી તરીકે કાર્યરત છે. 2021 થી આપમાં કાર્યરત છે. બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. વિધાનભાની ચૂંટણીને લઇને આપના સંભવિત ચહેરા તરીકે નરેન્દ્રસિંહ ચૌહાણનું પણ નામ ચાલી રહ્યું છે, તેઓ મોડાસા તાલુકાન શામપુર પંથકના વતની છે અને તેમણે આસપાસના વિસ્તારમાં મજબૂત લોકસંપર્ક શરૂ કરી પકડ બનાવી છે, પણ ચૂંટણી પહેલા તેઓ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

 

Advertisement

4)અમિત કવિ
વિધાનસભાની ચૂંટણી માટે મોડાસા તાલુકા માટે અમિત કવિ પણ ટિકિટ માંગી શકે છે તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. અમિત કવિ ગુજરાત રાજ્ય કરાર આધારિત મહામંડળના સંયોજક છે અને કરાર આધારિત કર્મચારીના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય કક્ષા સુધી આંદોલનો કરી ચૂક્યા છે. સમાન કામ સમાન વેતનની માંગ કરી ચૂકેલા યુવા ચહેરા તરીકે પણ તેઓનું નામ આવી શકે છે. કરાર આધારિત કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઇને અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. એટલે અમિત કવિનું નામ પણ હાલ ચર્ચાઓમાં છે

Advertisement

5)મહેન્દ્રસિંહ પરમાર, કઉ-રમાણા
મોડાસા તાલુકાના કઉ-રમાણાના મહેન્દ્રસિંહ પરમાર પણ સંભવિત ઉમેદવારોની યાદીમાં સમાવેશ થાય છે. તેમણે પણ હાલ ડોર ટૂ ડોર સંપર્ક વધારી દીધો છે. આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળે અને જનપ્રતિનિધિનો લાભ મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. જોકે સંભવિત આ ઉમેદવારનો પણ લોકસંપર્ક સીમિત સીમા સુધી જ હોય તેવું લાગે છે.

Advertisement

AAP ની ટિકિટ પોલિસી
આમ આદમી પાર્ટી આ વખતે પ્રથમવાર ચૂંટણી મેદાને ઝંપલાવી રહ્યું છે ત્યારે ટિકિટ આપવા માટે અવ્વલ જોવા મળી રહી છે. ભાજપ કોંગ્રેસ પાર્ટી દ્વારા પહેલા જ ઉમેદાવારો જાહેર કરી દીધા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ત્રણેય બેઠકમાંથી મોડાસાની બેઠક માટે આપ પાર્ટીના કેટલાક સંભવિત ઉમેદવારો છે, જોકે આપ પાર્ટી દ્વારા સર્વે કરવામાં આવતો હોય છે. સંભવિત ઉમેદવારોની માહિતી એકત્રિત કરે છે, એટલું જ નહીં જે-તે વિસ્તારોમાં છૂપી રીતે સર્વે કરીને સક્ષમ ઉમેદવારના નામ પર મહોર લાગતી હોય છે. પણ મોડાસા વિધાનસભા બેઠક પર માત્ર ચાર થી પાંચ જેટલા જ સંભવિત ઉમેદવારોના નામ ચાલી રહ્યા છે ત્યારે કોના પર ટિકિટનો કળશ આવે છે તે જોવું રહ્યું.

Advertisement

મોડાસાની જનતા અત્યારસુધીમાં તમામ ચહેરાઓને ઓળખી ગઇ છે, જોકે આજદીન સુધી જનતાનો ઉપયોગ થયો હોવાથી નારાજગી પણ જોવા મળી રહી છે, ત્યારે આપ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે અને લોકોને અવાજ બનાવમાં કેવો ઉમેદવાર સાર્થક નિવળશે તે પણ જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!