દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે મોડાસા-શામળાજી રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો અને લોકો અચંબીત બન્યા
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવામાં આવે છે જીલ્લા એલસીબી પોલીસે ચારણવાડા ગામ નજીક ફિલ્મીઢબે દારૂ ભરેલી કારને ઝડપી પાડી કારમાંથી 2.25 લાખથી વધુના જથ્થા સાથે કાર ચાલક બુટલેગરને દબોચી લીધો હતા રાજસ્થાનમાંથી ભવાનીસીંગ રાજાવતે કારમાં દારૂ ભરી આપી તલોદ નજીક વિકાસ નામના બુટલેગરને આપવા નીકળ્યો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને તેમની ટીમે જીલ્લા સેવાસદન નજીક પેટ્રોલિંગ હાથધરતાં વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મોડાસા તરફ આવતી હોવાની બાતમી મળતા પોલીસે એસપી કચેરી નજીક સ્વીફ્ટ કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ફિલ્મી સ્ટાઇલ કાર રિવર્સ મારી શામળાજી તરફ હંકારી મુકતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરતાં કારનું ટાયર ફાટી જતા ચારણવાડા નજીક કાર ને ઝડપી લીધી હતી કારમાંથી વિદેશી દારૂની 962 બોટલ કીં.રૂ.225300/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક સુરેન્દ્ર સુરજારામ જાટ (રહે,ગુડા,જોધપુર-રાજ) ને દબોચી લઇ વિદેશી દારૂ, કાર મળી કુલ.રૂ.7.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ભવાનીસીંગ રાજાવત અને વિકાસ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા