38 C
Ahmedabad
Friday, April 19, 2024

અમરેલી : 100 ફૂટનું લોખંડનું PM મોદીનું કટ આઉટ સાથે તેમના દીર્ધાયુ માટે સાવરકુંડલામાં સુરેશ પાનસુરીયાનો અનોખો યજ્ઞ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે તેમના દીર્ધાયુ માટે સમગ્ર દેશમાં સેવાયજ્ઞ કર્યો થશે ત્યારે સાવરકુંડલાના સમાજ સેવક અને અમરેલી ભાજપ ઉપાધ્યક્ષ દીર્ધાયુ યજ્ઞ યોજવા જઈ રહ્યા છે જેમાં દિર્ઘાયુ માટે 400 વાલ્મીકી સમાજના લોકો યજ્ઞ કરશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સૌથી ઉંચુ લગભગ 100 ફુટ ઉંચુ લોખંડના 73 ફૂટનું કટ આઉટનું અનાવરણ કરવામાં આવશે આ કટ આઉટ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળી શકે છે

Advertisement

અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર વિશ્વમાં લોકપ્રીય નેતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે તેમના દીર્ધાયુ માટે મહાયજ્ઞ સહીત અનેક સેવાકીય કર્યો કરવામાં આવનાર છે દિર્ઘાયુ યજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દિર્ઘાયુ માટે 400 વાલ્મીકી સમાજના લોકો તારીખ 17 સપ્ટેમ્બરે યજ્ઞ કુંડ પર બેસી સાહેબના દિર્ઘાયુ માટે હવન કરશે.

Advertisement

મોદી….સૌના મોદીના તદ્દન નવીન કન્સેપ્ટ સાથે આકર્ષક વૈશ્વીક મોદી પ્રદર્શન યોજવામાં આવશે જેનો લાભ દેશવાસીઓ માટે 4 મહિના સુધી યોજાશે આ પ્રદર્શન સૌરાષ્ટ્રના લોકોમાં અનેરું આકર્ષણ બની રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 7 માળ ઉંચી ઇમારત જેટલું કટઆઉટ સાથે વિશાળ ડોમમાં વૈશ્વીક મોદી અને સૌના મોદી પ્રદર્શનીમાં મોદી સાહેબના ઉત્તમ કાર્યોની ઝલક તેમજ વિવિ્ધ સરકારી યોજનાઓની જલક અને નલ સે જલ, ધરનુ ધર વગેરેનુ અદ્દભુત પ્રદર્શન કરવામાં આવનાર છે યજ્ઞ શાળા વડાપ્રધાનના દિર્ઘાયુ માટે હવન કરનાર 400 દંપતી માટે 2 લાખનું વીમા સુરક્ષા કવચ આપવામાં આવશે જીલ્લાના 1000 સર્વ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના સારા માર્કસે પરિક્ષામાં ઉત્તીરણ થવા બદલ સન્માનિત કરવામાં આવશે તેમજ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સહીત અનેક સેવાકીય કર્યો કરવામાં આવનાર હોવાનું સુરેશ પાનસુરીયાએ જણાવ્યું છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!