ગુજરાતના ખેડૂતોને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં અને નિયમીત આપવામાં આવતો હોવાનો દાવો સરકાર સતત કરી રહી છે બીજીબાજુ અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતમાં ખેતી માટે વીજળી અનિયમિત અને પૂરતી ન મળતી હોવાની બૂમો છાસવારે ઉઠતી રહે છે સમયસર પાણી અને વીજળી ન મળતા ખેડૂતોને ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે વીજળીના અભાવે પાક સમયસર પિયત ન થતા ઉત્પાદનમાં ભારે ફટકો પહોંચતો હોય છે અરવલ્લીના લીંભોઇ, બાયલ ઢાંખરોલ પંથકમાં અનિયમિત વીજળી થી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
અરવલ્લી જીલ્લામાં અનિયમિત અને અપૂરતી વીજળી થી ખેતરમાં લહેરાતો પાક મૂંઝાઈ રહ્યો હોય તેવી સ્થિતિ પેદા થઇ છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ઈટાડી,લીંભોઇ અને બાયલ-ઢાંખરોલ પંથકમાં ખેડૂતોને સળંગ 8 કલાક વીજળી નથી મળી રહી.જેના કારણે સિંચાઈ પુરતા પ્રમાણમાં નથી થઈ શકતી.ખેતરમાં પાણી વાળતા સમયે વીજળી જતી રહેતા તમામ પાક સુધી પાણી નથી પહોંચી શકતું.ક્યારેક વીજળી 2 કલાક આપે તો ક્યારે એક કલાક તો ક્યારેક 3 કલાક બાદ વીજળીમાં કાપ મૂકવામાં આવે છે.. જેના કારણે ખેડૂતોના પાકને સીધી અસર થાય છે.ખેડૂતોની માગ છે કે સળંગ 8 કલાકથી 10 કલાક સુધી વીજળી આપવામાં આવે. જેથી પાકને પુરતુ પાણી આપી શકાય નહીં તો ખેડૂતોને ખેતી માટે કરેલ ખર્ચ માથે પડે તો નવાઈ નહીં તેમ જણાવ્યું હતું
અરવલ્લી : ખેડૂતોને નિયમિત અને પૂરતી વીજળીના સરકારના દાવા પોકળ,અપૂરતી અને અનિયમિત વીજળીથી પાક પર સંકટ…!!
Advertisement
Advertisement