29 C
Ahmedabad
Monday, September 25, 2023

સાબરકાંઠા : ભાજપે AAP ની વીકેટ ખેરવી, ઉપ પ્રમુખ અનીલ અસારી ઝાડુ છોડી કેસરિયો ખેસ ધારણ કર્યો, કોંગ્રેસના કાર્યકરો BJPમાં


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓના નેતાઓમાં પણ પક્ષ પલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે ખેડભ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા ભાજપ ખેડભ્રહ્મા બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લેવા એડીચોટીનું જોર લગાવી રહી છે ખેડભ્રહ્મા બેઠક પર આમ આદમી પાર્ટી સૌથી વધુ સક્રિય બની વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે બિપિન ગામેતીનું નામ પણ જાહેર કરી દઈ પુરજોશથી પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે ભાજપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગાબડું પાડ્યું હતું

Advertisement

વિજયનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ સંગઠનની બેઠકો યોજાઈ હતી જેમાં ખેડભ્રહ્મા વિધાનસભા બેઠકના પ્રભારી ગજેન્દ્ર સક્સેના, રાજસ્થાનના ધારાસભ્ય બાબુ ભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય નનાલાલ અહારી અને ખેડભ્રહ્મા વિધાનસભા બેઠકના પ્રબળ દાવેદાર અને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અનિલ કમજી અસારીએ ઝાડુ છોડી કેસરિયો ધારણ કર્યો હતો તદુપરાંત પૂર્વ તાલુકા પ્રમુખ કાન્તાબેન બલેવિયા, પૂર્વ તાલુકા સમિતિના પ્રમુખ સુરેશદાન ગઢવી, માલધારી સેલના પ્રમુખ ભગવાનદાસ રબારી,પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો,પૂર્વ સરપંચ કાથરોટી અને પૂર્વ કાલવણ સરપંચ રમણભાઈ બોડાત તેમજ કાલવણ,કાથરોટી, ધોલવાણી,ખારીબેડી, નવાભાગા,અભાપુરના કોંગ્રેસી આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી કમળનો સાથ પકડ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!