32 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ઉલ્લાસપૂર્વક ગણેશ વિસર્જન :મોડાસામાં ગણપતિ દાદાને ભાવ વિભોર વિદાય આપતા ભક્તો


સર્વ શુભ કર્યો ની શરૂઆત વિઘ્નહર્તા ગણેશ ભગવાન ની ભક્તિ અને આરાધના માટે વિશેષ મહત્વ ધરાવતા ગણેશ મહોત્સવની દસ દિવસ સતત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી શુક્રવારે અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર અબીલ ગુલાલ ની છોળો,બેન્ડવાજા અને ડી.જે ના તાલે “ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આના ના નાદ સાથે ભક્તિભાવ પૂર્વક વિર્સજન યાત્રા યોજી ગણપતિ દાદાનું વિસર્જન કરી ભાવ વિભોર વિદાય આપવામાં આવી હતી જિલ્લામાં વિસર્જન પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

Advertisement

અરવલ્લી જિલ્લામાં અનંત ચૌદસે મોડાસા શહેર સહીત અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ ગણેશચતુર્થીના પવન દિવસે વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશચતુર્થીના દિવસે સ્થાપના થયા બાદ દસમા દિવસ સુધી સતત દુંદાળા દેવની પૂજા અર્ચના કરી શુક્રવારે ગણેશ મહોત્સવના સમાપનના ભાગરૂપે ડી.જે,બેન્ડવાજા અને ભજન મંડળીઓ ના ગીત સંગીતના તાલે વાજતે ગાજતે વિશર્જન યાત્રા કાઢી નજીકમાં આવેલ જળાશયો,નદીઓ કે સરોવરમાં મુખ્યમથક મોડાસા શહેરમાં રામપાર્ક રાજા,મેઘરજ રોડ યુથ જંક્સન,રિદ્ધિ સિદ્ધિ મનોકામના યુવકમંડળ,સાંઈ ગ્રુપ ઓધારી યુવક મંડળ,કડીયાવાડા,ભોઈવાડા,સોનીવાડા યુવક મંડળ દ્વારા તેમજ નગરજનોએ ધંધા રોજગારના સ્થળોએ,રહેણાંક સોસાયટીઓ ના મેદાનમાં,તેમજ ઘરમાં સ્થાપના કરાયેલા શ્રીજી ભગવાન ની સત્તત દસ દિવસ સુધી પૂજા,અર્ચના,આરતી,ભજન કીર્તન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્પર્ધાઓનું આયોજન કરી ગણેશજીના ભક્તોએ,નગરજનોએ અને યુવક મંડળોએ ભક્તિમય વાતાવરણની આહલાદક અનુભૂતિ અનુભવી હતી ગણેશજી ભગવાને ભક્તોનું દસ દિવસ આતિથ્ય માણ્યાબાદ શુક્રવારે મોડાસા શહેરના મુખ્યમાર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વિસ્તારોમાં ઢોલ નાગર તેમજ ડીજે ના તાલે વિસર્જનયાત્રા નીકળતા શહેરના મોટીસંખ્યામાં નગરજનોએ ગણપતિ બાપા મોરિયા અને અગલે બરસતુ જલ્દી આના બાપ્પા મોરિયા રે બાપ્પા મોરિયા રે તેમજ ગણપતિ બાપ્પા મોરિયા પડુચ્યા વરસી લાવકારય ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

Advertisement

બપોરના એક વાગ્યાબાદ ધીરે ધીરે ગણપતિદાદા ની પ્રતિમાઓ પંડાલમાંથી વિસર્જન તરફ પ્રયાણ થતા સ્વયંભૂ નગરજનો વિશર્જન યાત્રામાં જોડાઈ ગયા હતા વિશર્જનયાત્રા શાંતિપૂર્ણ યોજાય તે માટે મોડાસા ટાઉન પોલીસે વિશર્જનયાત્રાના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ગણેશજીની પ્રતિમાને વીશર્જને સમયે ભક્તોની આંખો ભીની થયી ગયી હતી અને ભારે હૈયે ભાવવિભોર બની પરત રહેઠાણ સ્થળોએ ફર્યા હતા.

Advertisement

ગણેશ વિશર્જનયાત્રામાં ફિલ્મી ગીતોના તાલે નાચગાન….. આરાધના કરતા મોજશોખ નું સાધન.
ગણેશ મહોત્સવ ઉજવાયા બાદ શુક્રવારે વિવિધ યુવક મંડળો દ્વારા વિશર્જન યાત્રા માં ડીજે અને બેન્ડવાજા સાથે ભક્તિ ગીતો સાથે ફિલ્મી ગીતો ની રમઝટ વચ્ચે વિશર્જન કરાતા લોકોમાં કચવાટની લાગણી જોવામળી હતી કેટલીક જગ્યાએ તો ગણપતિ ભગવાનની આરાધનાના બદલે ફિલ્મી ગીતોના તાલે નાચગાન કરાતા નજરે ચડતા યુવા હૈયાને જોઈ ભક્તો એ વિશર્જનયાત્રા આરાધના કરતા મોજશોખ નું સાધન હોય તેવો અહેસાસ અનુભવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!