જય અમીન-મેરા ગુજરાત
ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સા ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન તથા મહિલાઓ,યુવતીઓની થતી રંજાડ સામે મદદ પુરી પાડવા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે અનેક લોકોના ઘર સંસાર તૂટતાં બચાવ્યા છે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે બે વાગે કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમે પહોંચી ઘર છોડી નીકળેલ મહિલાને અને તેના પરિવારને સમજાવી પ્રશ્નોનું નિરાકરણ કરી પરિવારનો માળો વિખેરાતો બચાવ્યો હતો
બાયડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન જીવનના 7 વર્ષ જેટલો સમય થવા છતાં દંપતી નિઃસંતાન રહેતા મહિલાને તેનો પતિ અને સાસુ સસરા માનસિક અને શારીરિક ત્રાસ આપતા અસહ્ય બનેલા ત્રાસના પગલે મહિલા મોડી રાત્રી આત્મહત્યા કરવા ઘર છોડી નીકળી ચુકી હતી રડતી ખેતરમાંથી પસાર થતી મહિલા પર એક દંપતિની નજર પડતા તેને મોડી રાત્રે નીકળવાનું કારણ પુછાતા દંપતી ચોંકી ઉઠ્યું હતું મહિલાને હૈયાધારણા આપી દંપતીએ 181 અભયમ ટિમનો સંપર્ક કરતા ઘટનાની ગંભીરતા સમજી રાત્રે બે વાગે ઘટનાસ્થળે પહોંચી મહીલાનું કાઉન્સલીંગ કરવા છતાં મહિલા બસ મારે મરી જ જવું છે અને ઘરે પરત નથી જવુંની જીદ પકડી હતી
કાઉન્સિલર ચેતના ચૌધરીએ મહિલાને સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંને જવાબદાર હોવા અંગે સમજાવટ કરતા મહિલા તેની સાસરીમાં જવા માટે તૈયાર થતા મહિલાને તેની સાસરીમાં લઇ ગયા હતા મહિલાના પતિ અને સાસુ સસરાને કાયદાકીય ભાષામાં સમજાવતા હવે મહિલાને કોઈ પ્રકારનો ત્રાસ નહીં આપવામાં આવેનું પતિએ લેખિતમાં આપતા મહિલાની આંખો માંથી રાહતના અશ્રુ સરી પડ્યા હતા જીલ્લામાં વધુ એક વાર અભયમ 181 ટીમ એક પરિવારનો માળો વિખેરાતો બચાવવામાં સફળ થઇ હતી