33 C
Ahmedabad
Friday, March 29, 2024

જેતપુર નગરપાલિકા તંત્રના ‘આંખ આડા કાન’ જ્યાં જોવો ત્યાં રખડતા ઢોરનું સામ્રાજ્ય સ્થાપિત


જેતપુર નવાગઢ નગરપાલિકા રખડતા ઢોરોના આતંકને નાથવામાં સંપૂર્ણપણે નિષ્ફ્ળ નીવડી છે. શહેરના અનેક વિસ્તારો અને જાહેર માર્ગો પર ગાયો અને આખલા અડિંગો જમાવીને બેસી રહે છે તેમજ અકસ્માતને નોંતરું આપે છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા પશુઓને પાંજરે પુરવા કોઈપણ જાતની કામગીરી કરતી ન હોવાનું સામે આવ્યું છે.હાઇકોર્ટના કડક વલણને કારણે અન્ય શહેરોની નગરપાલિકાઓએ રખડતા ઢોર પાંજરે પૂરવાની કામગીરી શરુ કરી દીધી છે પરતું જેતપુર નગરપાલિકા હાથ પર હાથ ધરી બેસી રહી છે ત્યારે નઘોળ જેતપુર નવાગઢ નગરપાલિકા તંત્ર ઉપર શહેરીજનો ફિટકાર વરસાવી રહ્યા છે.

Advertisement

Advertisement

જેતપુર શહેર સમસ્યામાંથી ઘેરાયેલું આ શહેર છે. આ શહેરમાં અનેક સમસ્યાઓનો સામનો શહેરી જનતાને કરવો પડે છે ત્યારે નગરપાલિકાની તમામ કામગીરીઓમાં નિષ્ફળ હોવાનો સુર રોજેરોજ નગરપાલિકામાં સાંભળવા મળતો હોય છે. ત્યારે શહેરમાં વસ્તી પ્રમાણે ઢોરની વસ્તી વધારે જોવા મળી રહી છે ત્યારે જેતપુર શહેરમાં રખડતા ભટકતા ઢોરનો ભારે અસહ્ય ત્રાસ શહેરમાં હોવાનું જાણવા અને જોવા મળે છે.

Advertisement

Advertisement

રેઢીયાર ઢોર-ઢાખરને પકડવા અને જેના હોય તેને દંડ કરવા ડબ્બે પુરાવા આ તમામ જવાબદારી નગરપાલિકાની હોય છે અને છતાં જવાબદારી નિભાવવા અને રખડતા રજળતા ઢોર પકડવામાં નગરપાલિકા નિષ્ફળ કેમ છે દંડ કરવો જો ઢોરને દંડ કર્યા બાદ પણ જો આજ રીતે જો છુટ્ટા મુકવામાં જો આવે તો ઢોરનો માલિક સજાને પાત્ર પણ છે અને એની ઉપર ફરિયાદ પણ કરી શકાય છે છતાં આ કામગીરી નગરપાલિકા કરતી જ નથી. તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે.

Advertisement

બીજી તરફ જેતપુર પાલિકાએ અનેક જાહેરાતો આપવા છતાં ઢોર પકડવા માટે કોન્ટ્રાક્ટ લેવા ત્યાર નથી તેમજ માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.તેમજ શહેર માં રીક્ષા મારફતે ઢોર માલિકોને ચેતવણી આપવામાં આવી હોવા છતાં મોટી મોટી જાહેરાતોનો ઉલાળીયો જોવા મળી રહ્યો છે તેમજ જેતપુર નવાગઢ નગરપાલિકા તંત્ર ઢોર પકડવા માટે પાંગળું પુરવાર થય રહ્યું હોઈ તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!