31 C
Ahmedabad
Thursday, March 28, 2024

ચોરોએ સ્મશાનને ન છોડ્યું તો પોલીસે ચોરને પણ ન છોડ્યા : મોડાસા રૂરલ પોલીસે લીંભોઇના સ્મશાનમાંથી સગડી ચોરનારને દબોચ્યો


અરવલ્લી જીલ્લામાં ભગવાનને નહીં છોડતા તસ્કરો હવે મનુષ્યની અંતિમસંસ્કારની જગ્યા પરથી પણ ચોરી કરવાનો ડર રહ્યો નથી. ઘર, દુકાન, મંદિરમાં ચોરી થતી સાંભળી હશે પરંતુ હવે તો ચોરો સ્મશાનમાં રહેલી બીડની સગડીને પણ નથી છોડી રહ્યા. જીલ્લામાં સમયાંતરે સ્મશાનમાંથી લોંખડની સગડી ચોરી થવાની ઘટનાઓ બની રહી છે

Advertisement

મોડાસા તાલુકાના લીંભોઇ ગામમાં આવેલ સ્મશાનમાંથી થોડા દિવસ અગાઉ લોંખડની સગડી ચોરી થતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તસ્કર ટોળકીના સાગરીતને ગણતરીના દિવસોમાં દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ચોરીનો મુદ્દામાલ રિકવર કરી અન્ય બે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

મોડાસા ગ્રામ્ય પોલિસે લીંભોઇ ગામના સ્મશાનમાંથી સગડીની ચોરી કરનાર અબ્દુલ કાદીર દીવાન (રહે,લીમડા તળાવ-મોડાસા) ને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ રિક્ષાને કબ્જે કરી સગડી ચોરીમાં સંડોવાયેલ યુનુસ રસીદ પઠાણ (રહે,કીડીયાદ સોસાયટી-મોડાસા) અને મુસ્તકીમ સકીલ ફકીર (રહે,સહારા રોડ-મોડાસા) ને ઝડપી પાડવા તપાસ હાથધરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!