36 C
Ahmedabad
Thursday, April 25, 2024

“જય રણછોડ, માખણચોર”ના નાદ સાથે અરવલ્લી પોલિસનું મોડાસા થી શામળાજી સુધી Night Walk


અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા પ્રથમવાર નાઈટ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાદરવી પૂનમના દર્શન કરવા માટે શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે જિલ્લા પોલિસ તંત્ર દ્વારા મોડાસા થી શામળાજી ચાલતા જવાનો નિર્ણય કર્યો હતો, જેને નાઈટ વોક નામ અપાઈ હતું, મોડાસા થી શરૂ કરેલી નાઈટ વોક શામળાજી ખાતે પહોંચી હતી. આ કેમ્પેઇનમાં જિલ્લા પોલિસ વડા સંજય ખરાત સહિતના ઉચ્ચ અધિકારી જોડાયા હતા.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડા હંમેશા કંઇક નવું કરવાની વિચારધારા સાથે જોડાયેલા છે અને કંઇક નવું કરતા હોય છે ત્યારે પોલિસ કર્મચારીઓ અને અધિકારીઓના સ્વાસ્થ્ય અને તણાવ મુક્ત રહેવાની ચિંતા કરી અને નાઈટ વોકનું આયોજન કરાયું હતું. મોડાસા થી શામળાજી ત્રીસ કિલો મીટરની આ યાત્રામાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશલ ઓપરેશન ગૃપ તેમજ અલગ અલગ બ્રાન્ચના પોલિસ અધિકારીઓને કર્મચારીઓ નાઈટ વોકમાં જોડાયા હતા.

Advertisement

ત્રીસ કિલો મીટરના નાઈટ વોક મોડાસાના ચાર રસ્તા પોલિસ ચોકીથી શરૂ કરાઈ હતી, જે શામળાજી ખાતે સંપન્ન થઇ હતી. મોટી સંખ્યામાં પોલિસ કર્મચારીઓ આ નાઈટ વોકમાં જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!