37 C
Ahmedabad
Friday, April 19, 2024

ભરૂચ : ઝઘડિયા GIDC માં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વીજળી પડવાથી આગનું પ્રાથમિક અનુમાન


ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી છે. આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આકાશી વીજળી પડવાના કારણે પેન્ટાફોસ નામની કેમીકલ કંપનીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. પેન્ટા ફોસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા મેગ્નેશિયમ પાવડરનું ઉત્પાદન થતું હોય છે, આ પાવડરમાં આગ લાગી હતી, જેમાં રિએક્શન થતું હોવાના કારણે ફાયર ટેન્ડર થી આ કાબુમાં આવેલ નથી પરંતુ ડીસીપી તથા સોડા એસ નો ઉપયોગ કરીને આગ કાબુમાં લેવાના પ્રયત્નો ચાલુ હોવા નુ જાણવા મળે છે. આગની ઘટનામાં કોઈ જાનહાની ની વિગત મળેલ નથી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!