26 C
Ahmedabad
Saturday, April 20, 2024

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ જાહેર, 1850થી વધુ શહેરોની ટીમે નોંધણી કરાવી


નવી દિલ્હી: સ્વચ્છ ભારત મિશન-શહેરીના આઠ વર્ષની ઉજવણી કરવા માટે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સત્તાવાર રીતે ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે 17મી સપ્ટેમ્બર, 2022, સેવા દિવસથી 2 ઓક્ટોબર 2022 સુધી ચાલશે. આ મહોત્સવ ‘કચરાથી મુક્ત શહેરો’ બનાવવાના વિઝન પ્રત્યે નાગરિકોની કામગીરી અને પ્રતિબદ્ધતાને ગતિશીલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Advertisement

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ પખવાડિયા માટેનો સત્તાવાર લોગો જાહેર કર્યો છે જેનું નામ છે- ‘સ્વચ્છ અમૃત મહોત્સવઃ એક ઔર કદમ સ્વચ્છતા કી ઓર’. આ નિર્ણય, વિશ્વના સૌથી મોટા સ્વચ્છતા કાર્યક્રમમાં જન આંદોલનને વધુ તીવ્ર બનાવવા અને તેને પુનઃજીવિત કરવાના સંકલ્પને દર્શાવે છે.

Advertisement

સકારાત્મક પગલાં માટે યુવા ઊર્જાનો ઉપયોગ કરવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ, કેન્દ્રીય મંત્રીએ 17મી સપ્ટેમ્બરના રોજ શહેરોના યુવાનો વચ્ચે યોજાનારી આંતર-શહેર સ્પર્ધા, ‘ભારતીય સ્વચ્છતા લીગ(ઇન્ડિયન સ્વચ્છતા લીગ – ISL)’ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના પ્રકારની આ પ્રથમ સ્પર્ધા છે. ISL ની પ્રથમ આવૃત્તિ માટે, સમગ્ર દેશમાંથી 1,850 થી વધુ શહેરની ટીમોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે સત્તાવાર રીતે નોંધણી કરાવી છે. દરેક ટીમ કચરા મુક્ત બીચ, ટેકરીઓ અને પ્રવાસન સ્થળો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની આગવી સ્વચ્છતા પહેલ દ્વારા આ લીગમાં સ્પર્ધા કરશે.

Advertisement

સહભાગી શહેરોની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોમાં ઓડિશા, આસામ, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, કેરળ, આંધ્રપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર છે. અમુક મોટા શહેરોની ટીમોમાં હેરિટેજ અમદાવાદ, મુંબઈ સમ્રાટ, દિલ્હી સ્વચ્છતા પ્રહરી અને NDMC વોરિયર્સ, નમ્મા ચેન્નાઈ, અદમ્ય બેંગલુરુ, અને હૈદરાબાદ સ્વચ્છ ચેમ્પિયન્સનો સમાવેશ થાય છે જેમણે લીગમાં પહેલેથી જ નોંધણી કરાવી છે. 60 લાખથી વધુ વસ્તી ધરાવતા 47 શહેરો અને 20 રાજ્યોની રાજધાની આ સ્પર્ધામાં સામેલ છે.

Advertisement

વિવિધ ભૌગોલિક વિસ્તારોના શહેરો અને દેશના પ્રતિષ્ઠિત પ્રવાસી સ્થળો , જેમ કે લેહ, કન્યાકુમારી, કોહિમા, દ્વારકા, કોણાર્ક, પોર્ટ બ્લેર, રામેશ્વરમ, ગયા, પોંતા સાહિબ, કર્તા, ઉજ્જૈન, નાસિક, વારાણસી, પહેલગામ વગેરેએ તેમની ટીમો રજીસ્ટર કરીને સ્પર્ધા માટે ટીમના કેપ્ટન નિયુક્ત કર્યા છે.

Advertisement

ત્યારબાદ આગળના પગલા તરીકે, નાગરિકોને 11મી સપ્ટેમ્બર 2022 થી સત્તાવાર MyGov પોર્ટલ પર તેમની સંબંધિત શહેરની ટીમમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવે છે. નાગરિક નોંધણી માટેની લિંક નીચે મુજબ છે: https://innovateindia.mygov.in/swachhyouthrally/. આ લિંક 17મી સપ્ટેમ્બર 2022 ના રોજ સાંજે 6 વાગ્યા સુધી લાઇવ રહેશે. આ પહેલે યુવા વર્ગમાં પહેલેથી જ ઘણો ઉત્સાહ અને રસ પેદા કર્યો છે. આ પખવાડિયા દરમિયાન વિવિધ અન્ય રસપ્રદ કાર્યક્રમો પણ યોજવામાં આવશે, જેમ કે સ્ટાર્ટ-અપ ચેલેન્જ ફોરમ, ટોયકેથોન-કચરામાંથી રમકડા બનાવવા, ટેક્નોલોજી પ્રદર્શન, સ્વચ્છ શહેર સંવાદ, વગેરે. આખરે 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના રોજ સ્વચ્છ ભારત દિવસે તેનું સમાપન થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!