35 C
Ahmedabad
Thursday, April 25, 2024

મોંઘવારી સહિતના મુદ્દાને લઇને બંધની અસર, અમદાવાદના નરોડા વિસ્તારમાં જગદીશ ઠાકોર મોપેડ પર સવાર


મોંઘવારી સહિતના પ્રશ્નોને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા બંધની અસર અમદાવાદના નરોડા વિસ્તારમાં જોવા મળી. કેટલાક વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધમાં જોડાવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર મોપેડ પર સવાર થઇ બંધ કરાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યા હતા, જ્યાં પોલિસે અટકાવ્યા પણ હતા. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે 8 થી 12 સુધી બંધનું એલાન જાહેર કર્યું હતું જોકે કેટલાક વિસ્તારોમાં બંધની નહિંવત અસર જોવા મળી હતી. અમદાવાદમાં કોલેજો બંધ કરાવવા નીકળેલા કેટલાક એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી

Advertisement

Advertisement

જગદીશ ઠાકોર નરોડામાં બંધ કરાવવા નીકળ્યા
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તેમજ  સાણંદ અને આંકલાવના અમુક વિસ્તારોમાં કોંગ્રેસના બંધને સારો પ્રતિસાદ મળ્યો છે. એનએસયુઆઇના કાર્યકરો બંધને સફળ બનાવવા માટે રસ્તા પર ઉતર્યા છે. સવારથી સેન્ટ ઝેવિયર્સ, એલડી આર્ટ્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નરોડા વિસ્તારમાં કાર્યકરો સાથે બંધ કરાવવા નીકળ્યા હતા. આંકલાવમાં ધારાસભ્ય અમિત ચાવડાએ અનુરોધ કરતા બંધની અસર જોવા મળી હતી.

Advertisement

Advertisement

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા બંધને સફળ બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પણ જોડાયા હતા.

Advertisement

 

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!