32 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લીમાં મેઘગર્જના : કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું, વાતાવરણમાં પલટો, અસહ્ય બફારામાં આંશિક રાહત


અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા અને ધીમીધારે મેઘરાજાનું આગમન થતા મુરઝાતી ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી ભાદરવા માસ દરમિયાન અસહ્ય બાફ ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે વરસાદનુ આગમન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement

શ્રાવણમાં ભરપૂર વરસાદ પછી મેઘરાજાએ વિરામ લેતા અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા શનિવારે બપોરે વાતાવરણ પલટો આવ્યા પછીગાજ વીજ સાથે વરસાદનું આગમન થતાં ટાઢક ઓસરાઇ છે ત્યારે હવે જિલ્લા વાસીઓ પણ કાળજાળ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીથી પરેશાન થયેલા નગરજનો વરસાદ થતાં રાહતના શ્વાસ લીધા હોય તેવું લાગી રહ્યું છે આ સાથે જ વાતાવરણમાં આવેલા અચાનક પલટામાં ગાજવીજના સાથે વરસાદ વરસી રહ્યો છે. તેમજ ભાદરવા માસમાં માતાજીના દર્શને નીકળેલા પદયાત્રીઓએ પણ રાહત અનુભવી હતી તેઓ પર જાણે માતાજીએ મહેર વર્ષાવી હોય લાગી રહ્યું છે. આ સાથે જ વરસાદના આગમનથી ખેતરોમાં પાકને પાણી મળતા ખેડૂતો પણ ખુશહાલ જોવા મળ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!