35 C
Ahmedabad
Saturday, April 20, 2024

સાબરકાંઠા SP વિશાલકુમાર વાઘેલાએ ખેડબ્રહ્મા મંદિરે ધજા ચઢાવી


પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સહિત એલ.સી.બી એસ.ઓ જી સહિતના અધિકારીઓ એ માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

Advertisement

ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીનું મંદિર લોકોની શ્રદ્ધાનુ પાવન સ્થળ તરીકે જાણીતું છે, અંબિકા માતાનો અનેરો ઇતિહાસ અને અને લોકોની મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા થી દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં ખૂબજ મોટી સંખ્યામાં દર્શન અર્થે આવતા હોય છે અને માના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને ભાદરવી પૂનમના દિવસે ખેડબ્રહ્મામાં મેળો ભરાતો હોય છે અને દૂર દૂરથી લોકો માં અંબાના દર્શન અર્થે આવતા હોય છે.

Advertisement

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવી પૂનમના દિવસે સાબરકાંઠા જિલ્લાના જે તે પોલીસ અધિક્ષક હોય છે તેમના દ્વારા ખેડબ્રહ્મા અંબિકા મંદિર ઉપર દ્વારા ચડાવવામાં આવે છે ત્યારે આજરોજ ભાદરવી પૂનમના મેળા નીમિત્તે સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલાએ ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે ધ્વજા ચડાવી હતી અને માં અંબાના કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાબરકાંઠા જિલ્લા પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઇ ચંપાવત તેમજ સાબરકાંઠા પોલીસના અધિકારીઓએ માતાજીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!