27 C
Ahmedabad
Saturday, April 20, 2024

પંચમહાલ : ગોધરામાં સંસ્કૃત બધી જ ભાષાઓની જનની છે “સંસ્કૃત સંભાષણની ઉપયોગીતા” વિષય પર વ્યાખાન કાર્યક્ર્મ યોજાયો


ગોધરા શહેરમા આવેલી શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરામાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ વ્યાસ દ્વારા વર્તમાન સમયમાં સંસ્કૃત સંભાષણ ની ઉપયોગિતા વિષય ઉપર વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું. તેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ના અધ્યક્ષ જયશંકર ભાઈ રાવલ દ્વારા મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપવામાં હતું.આ વ્યાખ્યાનમાં સંસ્કૃત ભાષાની પ્રાચીનતા વિશે ચર્ચા કરીને સંસ્કૃત બધી જ ભાષાઓની જનની છે તેવું ઉદાહરણ સહિત પુરવાર કર્યું હતું . જયશંકરભાઈ રાવલે તેમનું સંપૂર્ણ વ્યાખ્યાન સંસ્કૃત ભાષામાં જ આપ્યું હતું વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ જાય તેવા સરળ સંસ્કૃત વાક્યોનો ઉપયોગ કરી અને તેમણે જે મુદ્દાઓ ટાંક્યા હતા તેનાથી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. સંસ્કૃતમાં ભાષણ આપતી વખતે તેમણે જણાવ્યું કે હું જે કંઈ બોલી રહ્યો છું તે તમે બધા સમજી રહ્યા છો કારણ કે ગુજરાતી ભાષાના 60 થી 70% શબ્દો સંસ્કૃત ભાષા માંથી ઉતરી આવેલા છે અને અન્ય ભાષાઓ ઉપર પણ સંસ્કૃતનો પ્રભાવ રહ્યો છે. વ્યક્તિના જીવનમાં યોગનું કેટલું મહત્વ રહેલું છે તે સમજાવતા યોગનો વિષદ અર્થ સમજાવતા યોગ સાથે સંસ્કૃત ભાષા કેવી રીતે જોડાયેલી છે તે વિશે પણ તેઓએ વિગતે ચર્ચા કરી હતી.સંસ્કૃતમાં રચાયેલું પાણીનીનું વ્યાકરણ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ અને પૂર્ણ વ્યાકરણ છે તેમ જણાવી સંસ્કૃત વાક્યરચનાની વૈજ્ઞાનિકતા ઉપર પ્રકાશ પાડ્યો હતો. અને વળી તેમણે મહાકવિ કાલિદાસની કૃતિઓનો ઉલ્લેખ કરી તેમાં રહેલી તેમની આલંકારિક શૈલી વિશે માહીતી આપી હતી.આ વ્યાખાન કાર્યક્રમમાં ડૉ. સુરેશભાઈ ચૌધરી તથા સંસ્કૃત સંભાષણ કેન્દ્રના સંયોજક ડૉ. મહેશ પટેલ સહીત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!