35 C
Ahmedabad
Thursday, April 25, 2024

Test Of Arbuda : અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીના સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન, ફેડરેશનમાં પંજાબના અંગ્રેજો રહ્યા છે..!!


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન અને ગુજરાત અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાનું સંમેલન યોજાયું હતું સંમેલન શરૂ થાય એ પહેલાં ભવ્ય બાઇક રેલી સાથે શોભાયાત્રા યોજાઈ હતી. વિશાળ સંખ્યામાં અર્બુદા સેનાના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર અર્બુદા સેનાનું કાયમી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીએ ફેડરેશનમાં પંજાબના અંગ્રેજો રહ્યા છે અને ખોટી માહિતી આપી રહ્યા હોવાનું વિવાદાસ્પદ નિવેદન કરતા ભારે ચકચાર મચી હતી સમાજ સંગઠનની વાતમાં પંજાબના અંગ્રેજ કોણ તે અંગે તરહ તરહની ચર્ચાઓ ચાલી હતી.
મોડાસા BSPS સ્વામિનારાયણ હોલ ખાતે સંબોધનની સંપૂર્ણ સ્પીચ

Advertisement

અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ જંગી સભા સંબોધતા આ ડબલ એંજીન સરકાર અમારી માંગણીઓ સ્વીકારે સમાજને સંગઠીત કરવા માટે સેના બનાવી હોવાનું જણાવ્યું હતું સામાજીક સમરસતા સાથે આગળ વધવાનું અને છેવાડાના વ્યક્તિ સાથે કોઈ અન્યાય ના થાય સરકારી કામોથી વંચિત ના રહી જાય એની કાળજી આપણે બધાએ વધારે રાખવી પડશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું

Advertisement

બાઈક રેલીમાં યુવાનો જુસ્સા સાથે વિપુલ ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા અંગે કહ્યું હતું કે તમને તો હજુ સરકારનો સ્વાદ મળ્યો જ નથી તમને ચખાડવાનો છે.સ્વાદ તો ચાખવો પડેને શું લખે છે અમુલ Test of India આપણે Test of Gujarat કે ઉત્તર ગુજરાત નથી થવું Test Of Arbuda કરવાનો હુંકાર કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!