37 C
Ahmedabad
Thursday, March 28, 2024

પંચમહાલ: આજ દિવાળી, કાલ દિવાળી.. ભાજપ તારી છેલ્લી દિવાળીના નારા સાથે ભર વરસાદે ‘ગ્રેડ પે’ મામલે વિરોધ


ગોધરા- આજ દિવાળી કાલ દિવાળી..ભાજપ તારી છેલ્લી દિવાળી… પેન્શન,ગ્રેડ પે સહિતની માંગણીઓને લઈને
કર્મચારીઓનો સરકાર સામે આક્રોશ ચરમસીમાએ, કાળીપટ્ટી,બેનરો સાથે વરસાદી માહોલમાં વિરોધ

Advertisement

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ દ્વારા પેન્શન,ગ્રેડ-પે સહિતની માંગણીઓને લઈને સરકાર સામે આક્રોશ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે.પંચમહાલ જીલ્લા સયુક્ત કર્મચારી મહામોર્ચાના કર્મચારીઓ સાયન્સ કોલેજના મેદાનમાં મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા.સાયન્સ કોલેજથી રેલી સ્વરુપે ગોધરા સેવાસદન ખાતે પહોચીને વહીવટીતંત્રને પોતાની વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યુ હતુ. આ મહારેલીમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વર્તમાન ભાજપ સરકાર સામે ઉગ્ર આક્રોશ સાથે બેનરો દર્શાવીને સુત્રોચ્ચાર કર્યા હતા.કર્મચારીઓએ વરસતા વરસાદની ચિંતા કર્યા વગર રેલીમાં જોડાયા હતા.

Advertisement

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ, મહિસાગર સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર તંત્રને આપવામા આવ્યુ હતુ.આવેદનપત્રમાં સરકારને સંબોધીને જણાવામા આવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા 2005થી નવી પેન્શન સ્કીમ લાગુ કરવામા આવી છે. કર્મચારીઓને નિવૃતિ બાદ મળતુ પેન્શન બંધ થઈ જતા ઘડપણમા વૃધ્ધાવસ્થામાં જીવનનિર્વાહ કરવો અને પરિવારનું ગુજરાન ચલાવવુ કઠીન બની જાય છે.ગુજરાત સરકારના તમામ કાર્યો સરકારી કર્મચારીઓ પુરા નિષ્ઠાથી પુરા પાડી રહ્યા છે.ત્યારે સરકારના પ્રશ્નો બાબતે ઉકેલ ન મળે તે દુઃખદ બાબત છે.વધુમાં જણાવામા આવ્યુ હતુ કે રાજ્યના કર્મચારીઓ અને હિતોને લગતા જુની પેન્શન યોજના,ફિક્સ પગાર નાબુદી,સાતમા પગારપંચના ભથ્થા સહિત આ સાથે જણાવેલી 15 જેટલી માંગણીઓનો સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.આગામી મહિનાઓ સુધી આ પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહી લાવામા આવે તો આગામી સમયમાં કર્મચારીઓ દ્વારા માસ સીએલ,પેનડાઉન, તેમજ અચોક્કસમુદતની હડતાળની પણ ચીમકી ઉચ્ચારવામા આવશે.

Advertisement

જીલ્લા સેવાસદનની બહાર કર્મચારીઓના વરસતા વરસાદમા સુત્રોચ્ચાર ગુજરાતભરમાં કર્મચારીઓ પોતાની માંગને લઈને અડગ બન્યા છે.શિક્ષકો,સહિત અન્ય વિભાગના કર્મચારીઓ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને પાછલા સમયથી કાર્યક્રમો કરી રહ્યા છે.પંચમહાલ જીલ્લા સંયુક્ત કર્મચારી મોરચાની આગેવાની હેઠળ ત્રણ ઝોન પંચમહાલ,દાહોદ,અને મહિસાગર જીલ્લાના કર્મચારીઓ આ રેલીમાં ઉમટી પડ્યા હતા. પોતાની માંગણીઓ નહી સંતોષાતા ઉગ્ર આક્રોશ રેલીમાં જોવા મળી રહ્યો હતો. રેલી જ્યારે સાયન્સ કોલેજના મેદાનથી શરુ થઈ જીલ્લા સેવાસદન ખાતે પહોચી હતી.ત્યારે વરસાદ શરુ થઈ ગયો હતો.કર્મચારીઓએ વરસાદની ચિંતાની કર્યા વગર કાળીપટ્ટી ધારણ કરીને તેમજ બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો.રેલીમાં કર્મચારી એક્તા જીંદાબાદના અને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા,ઓપીએસ માંગે ના સુત્રો કરવામા આવ્યા હતા.

Advertisement

…જ્યારે ભાજપ તારી છેલ્લી દિવાળીના નારા લાગ્યા
ગોધરા ખાતે કર્મચારીઓની રેલી જીલ્લા સેવાસદન ખાતે પહોચી હતી અને વહીવટીતંત્રને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓની રજુઆતો કરી હતી,જીલ્લા સેવાસદનના ગેટ પાસે એક કર્મચારીઓ આજ દિવાળી કાલ દિવાળીની ભાજપ તારી છેલ્લી દિવાળી નારા લાગ્યા હતા.કર્મચારી એક્તા જીંદાબાદના સુત્રો પોકાર્યા હતા,સાથે પોલીસ વિભાગના કર્મચારીઓને પણ ગ્રેડ પે આપવાની માંગ કરી હતી.ત્યારે બંદોબસ્તમા ઉપસ્થિત પોલીસ કર્મચારીઓમાં પણ મંદહાસ્ય છવાયુ હતુ. કર્મચારીઓની રેલીએ જાણે સરકારને પોતાની માગંણીઓને લઈને અલ્ટીમેટમ આપી દીધુ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!