35 C
Ahmedabad
Thursday, April 25, 2024

આંગણવાડી કાર્યકર મહિલાઓની વેદના, તેમની વાત નહીં સાંભળે તો ગાંધીનગરમાં આંદોલનની ચીમકી


ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર મહિલાઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતા મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરાયા હતા.

Advertisement

Advertisement

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી તારીખ 29-8-2022 ના રોજ આવેદનપત્ર આપી માંગણીઓ બાબતે સરકારને જણાવ્યું હતું કે, 10 સપ્ટેમ્બર સુધી બહેનોના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં આંગણવાડી કર્મચારીઓ કામકાજથી અળગા રહી હડતાળ પાડશે. આ અંગ મોડાસા ખાતે 8-09-2022 ના રોજ ધારાસભ્યને આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આખા ગુજરાતમાં ત્રણ દિવસ કામકાજ થી અળગા રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે અનુસંધાને તે 12 થી 14 તારીખ સુધી અરવલ્લી જિલ્લાની તમામ કાર્યકર અને તેડાગર બહેનો હડતાળમાં જોડાશે. આ સાથે જ આંગણવાડી કાર્યકર મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, 14 સપ્ટેમ્બર, 2022 સુધીમાં તેમના પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ગાંધીનગરમાં ગુજરાતની બહેનો ઉમટી પડશે અનેંધીનગરમાં રેલી ધારણા દેખાવો યોજાશે.

Advertisement

મોડાસા ખાતે આયોજિત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા આંગણવાડી પ્રમુખ ઉર્મિલાબેન રાઠોડ, મીનાબેન કડિયા, અનસુયાબેન, રમીલાબેન રાવલ, ખેડૂત આગેવાન ભલાભાઇ ખાટ અને સીઆઈટીયુના પ્રદેશ મંત્રી ડાહ્યાભાઈ જાદવ અને રાકેશ તરાર ખાસ હાજર રહ્યા હતા.

આંગણવાડી કાર્યકર મહિલાઓની મુખ્ય માંગ

લઘુત્તમ વેતન
સારી ક્વોલિટીનો મોબાઈલ આપવો
નિવૃત્તિ માટે વય મર્યાદા 60 કરવામાં આવે
પેન્શન અને પીએફ શરૂ કરવામાં આવે
કુપોષિત બાળકોની માતાના આહાર માટે આપવામાં આવતી રકમમાં વધારો કરવો
પોષણ સુધા યોજનામાં 19 રૂપિયાથી વધારી 80 કરવામાં આવે
જિલ્લા-તાલુકા ફેરબદલીની તક આપવી
પ્રમોશન માટેની વિવિધ માંગ
રોજિંદા ફોટો મોકલવા અને વિવધ કાર્યકર્મોને કારણે થતી કામગીરીની અસર પર વિચારણા

Advertisement

સાંભળો મહિલાઓની વેદના

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!